ગુજરાત, મહારાષ્ટ્ર બાદ મધ્ય પ્રદેશમાં પણ ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો VAT

ભોપાલ : પેટ્રોલ ડીઝલની વધતી કિંમતોના બોજમાંથી સામાન્ય માણસને રાહત મળે તે માટે હવે મધ્ય પ્રદેશ રાજ્ય પણ આગળ આવ્યું છે અને પેટ્રોલ ડીઝલ ઉપરનો વેટ ઘટાડવાની જાહેરાત કરી છે. મધ્ય પ્રદેશની સરકારે  પેટ્રોલ પર ૩ ટકા તો ડીઝલ પર ૫ ટકા વેટ ઘટાડ્‌યો છે. ઉપરાંત હિમાચલ પ્રદેશમાં પણ વેટ ઘટાડવામાં આવ્યો છે. વેટ ઘટાડ્‌યા બાદ નવી કિંમતો પ્રમાણે હવે ડીઝલ ૬૩.૩૭ રૂપિયાને બદલે ૫૯. ૩૭ પ્રતિ લીટરના ભાવે મળશે તો પેટ્રોલનો ભાવ ૭૪.૮૩થી ઘટીને ૭૩.૧૩ રૂપિયે લીટર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યને જોકે વર્ષે ૨૦૦૦ કરોડ  રૂપિયાનું નુકસાન થશે.
વેચ ઘટાડવા અંગેનું ટિ્‌વટ કરીને એમપીના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ બાબતને સ્વીકૃતિ આપી હતી અને કહ્યું હતું કે જનતાનું સુખ તેમના માટે સર્વોપરી છે.