ગુજરાત ભાજપ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ ર૭મીએ કચ્છના પ્રવાસે

નયા ભારત મંથન સેમીનાર અંતર્ગત યોજાશે કાર્યક્રમ : શ્રી યાદવના સત્તાવાર કાર્યક્રમની કચ્છ ભાજ૫ને ઈંતજારી

ભુજ : આગામી ર૪મીથી ર૯ ઓગષ્ટ સુધીમાં આઠ સ્થળોએ નયા ભારત-મંથન સેમીનારનું આયોજન ભારતીય જનતાપાર્ટી દ્વારા કરવામા આવી રહ્યુ છે. જે અંતર્ગત કેન્દ્રીયમંત્રીઓ અને રાષ્ટ્રીય પદાધિકારીઓ વિવિધ જિલ્લાઓમાં બેઠકો યોજનાર છે.
આ કાર્યક્રમ અંતર્ગત જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવતા પાંચ વરસ સુધી સંકલ્પ સિદ્ધીના મંત્ર સાથે નયાભારતના નીર્માણ માટે ભારત જાડોના મહાઅભીયાનમા જાડાવા માટે દેશની જનતાને આહવાન કરવામા આવ્યુ છે. ભાજપાનાપ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડયાએ જણાવ્યુ છે કે ર૦રરમાં આપણા દેશને આઝાદી મળ્યાના ૭પ વર્ષ પૂર્ણ થશે. તેઓએ વધુમાં જણાવ્યુ કે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ દ્વરા કેન્દ્રીય ભાજપની યોજના પ્રમાણે ગુજરાતમાં આઠ સ્થળોએ નયા ભારત મંથનના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ છે. જે અનુસાર આગામી ર૭મી ઓગષ્ટના રોજ ગુજરાત ભાજપનાપ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ કચ્છ આવી રહ્યા હોવાનુ માલુમ પડી રહ્યુ છે. શ્રી યાદવના કચ્છ કાર્યક્રમ મામલે કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલય દ્વારા સત્તાવાર સમર્થન આપવામા આવ્યુ છે જા કે તેઓનો કાર્યક્રમ હજુ સુધી જિલ્લાસ્તરે ઈંતેજારીના જ તબક્કે હોવાનુ પણ ઉમેરાયુ છે.