ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં ફેરફારની કવાયત

પ્રદેશ પ્રભારી-સહપ્રભારી દ્વારા સર્વે શરૂ : દોષીતને સ્થાન નહી મળે : પારદર્શક પ્રતિભા ધરાવનારને જ મળશે તક

અમદાવાદ : ગુજરાતમાં રાજકીય સળવળાટ પાછલા કેટલાક સમયથી સતત ચાલી રહ્યો છે ત્યારે હવે પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં પણ ફેરફારનો સળવળાટ તેજ બની જવા પામી ગયો છે. આ મામલે પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર ગુજરાત પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારને લઈ અને સર્વે સહીતની કામગીરીનો ધમધમાટ તેજ બની જવા પામી ગયો છે. નોધનીય કે, રાજયના પ્રભારી-સહપ્રભારી ગુજરાતમાં આજ રોજ સર્વેની કામગીરી હાથ ધરી દીધી છે. પક્ષવિરોધી પ્રવૃતી કરનારાઓ કે નાણાકીય ગેરરીતી આચરનારાઓને નવી ટીમમાં સ્થાન નહી અપાય. પારદર્શક છબી ધરાવનારાઓને જ તક મળશે.