ગુજરાત ચૂંટણીમાં મોદીનો માસ્ટર સી-પ્લેન

સાબરમતી રીવરફ્રન્ટ પર વિકાસના સી-પ્લેનને જાવા મોટી સંખ્યામાં લોકો ઉમટયા : પીએમ દ્વારા લોકોનુ જીલાયુ અભિવાદન ઃ ધરોઈ જવા સાબરમતીથી મોદીએ ભર્યુ સફળ ઉડાન ઃ મહેસાણાના ધરોઈ ડેમ ખાતે પીએમની ઝલક માટે લોકજુવાળ ઉમટયો ઃ ધરોઈથી મોદી રોડમાર્ગે અંબાજી પહોંચ્યા ઃ માં આંબા સમક્ષ પીએમએ ઝુકાવ્યું શીષ

 

અમદાવાદ : ગુજરાતના સપુત અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજ રોજ અમદાવાદમાં દેશભરમાં પ્રથમ વખત જ પ્રયોગ થયેલા સી પ્લેનમાં ઉતરાયેલ કરી અને વિરોધીઓ સહિત સૌને અંચબિત કરી દીધા છે. ગુજરાતની ચૂંટણીમાં વિકાસને જેઓ ઘેરી રહ્યા છે તેમને પણ દેશભરમા પ્રથમ વખત જ સાબરમતી રીવરફ્રન્ટ પર ઉતરેલા સી-પ્લેનથી મોદીએ ગુજરાતના વિકાસનો દાખલો પુરવાર કરી દીધો છે. નોધનીય છે કે મોદીની જાહેરસભાને તંત્રએ આજ રોજ મજુરી નથી આપી ત્યારે તેઓએ અહી સી પ્લેનના મારફતે ઉત્તરાણ કરી અને લોકોને રૂબરૂ થઈ ગયા છે. તથા વિકાસ અને અંબાજી મદીરના દર્શન કરવા તથા મહેસાણાના ધરોઈ ખાતે સી પ્લેનનું ઉતરાયણ કરવા સહિતનો રૂટ પણ મોદીના માસ્ટર સી પ્લેન તરીકે જાવામા આવી રહ્યો છે.
નરેન્દ્ર મોદીએ આજ રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે સરદાર સરોવર સાબરમતી બ્રીજ રીવરફ્રન્ટમાં સી પ્લેન મારફતે આવી પહોંચ્યા હતા અને ત્યા ઉપસ્થિતી વિશાળ જનમેદનીનું તેઓએ અભિવાદન ઝીલ્યુ હતુ તે પછી અહીથી ધરોઈ ડેમ જવા પ્રસ્થાન કર્યુ હતુ. નોધનીય છે કે, ધરોઈમાં પણ મોદીનું દબદબાભેર સ્વાગત કરવામા આવ્યુ હતુ. તેઓએ અહીથી રોડમર્ગે અંબાજી મંદીર પહોંચ્યા હતા અને માંના મંદીરે વડાપ્રધાને શીષ ઝુકાવ્યુ હતુ.