ગુજરાત ચૂંટણીમાં જામશે ત્રિપાંખીયો જંગ : ‘બાપુ’એ ત્રીજા મોરચો રચ્યો : જનવિકલ્પની રચના

બાપુ-આપની સાથે કરશે ગઠબંધન? ભાજપ-કોંગ્રેસ સિવાય તમામના સ્વાગતની કરી વાત : ભાજપમાં ગયેલાઓને બાપુ નહી સમાવે ત્રીજા મોરચામાં : મહેન્દ્રસિંહ વાઘેલા સ્વતંત્ર ગણાવ્યા

શંકરસિંહ વાઘેલાએ જનવિકલ્પ મોરચાની કરી સત્તાવાર જાહેરાત : પત્રકાર પરિષદ યોજી અને એજન્ડાઓ કર્યા ઘોષીત : કોંગ્રેસ-ભાજપના મેચ ફિકસીંગ અંગે પણ કર્યા ખુલાસા : યુવાનો-બેરોજગારી-મહીલાઓના ઉત્થાન સહિતના મુદાઓ જનવિકલ્પના કેન્દ્રસ્થાને : એસસીએસટી-માઈનોરીટીને પણ જનમોરચો આપશે પ્રાધાન્ય

જનમોરચા વિકલ્પના ઉમેદવારો પ્રજા-પક્ષના કાર્યકર્તાઓ કરશે નકકી : “પ્રશ્ન-ઉકેલ અને સરકાર પણ આપણી” બનાવવા માટે જનવિકલ્પ મોરચાને લાવવા બાપુએ કર્યો અનુરોધ

 

હું ર૧મીએ મહાદેવના દર્શન કરી અને શ્રીગણેશ કરીશ : હાર્દીક કે અલ્પેશનો મે સંપર્ક નથી કર્યો : તેઓએ પણ નથી કર્યો મારો સંપર્ક : બિન અનામત કલાસ માટે
રપ ટકા અનામત હોવી જાઈએ

 

જનવિકલ્પ મોરચાની જાહેરાત વખતે બાપુના અભિભાષણના મુખ્ય અંશો
જનવિલક્પ મોરચો ગુજરાતની ૧૮ર બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે• હું ચૂંટણી નહી લડુ.• જનવિકલ્પમાં લોકોને આંદોલન નહીકરવા પડે• સૌથી વધારે હાલાકી ઓબીસી-એસસી-એસટીને છે• હું કોઈને કરગરવાનો નથી• બાળકના ભવિષ્યને જાઈને મત આપો• મને મળવા આવેલાને મે ધક્કા નથી માર્યા• મળવા આવે તે દરેક આતંકવાદી નથી હોતા• સ્વાર્થ સાધવા જનવિકલ્પમાં ન આવતા • મેં એક પણ પાર્ટી બદલી નથી• જનવિકલ્પમાં પ્રજા-કાર્યકર્તાઓ જ નકકી કરશે ઉમેદવાર• જીએસટીના વેપારીઓ-આંગણવાડી વર્કરો મારી પાસે અવ્યા છે• આપણે આપણી સરકાર રચીએ પછી ધરણા કરીએ

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ ગાજી રહી છે. અહી સામાન્ય રીતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામતા ચૂંટણીજગમાં આ વખતે ત્રીપાંખીયો જંગ ખેલાવવા સમાન વળાંક સામે આવવા પામી ગયો છે. કોંગ્રેસમાંથી તાજેતરમાં છુટા થયેલા શંકરસીહ વાઘેલા દ્વારા આજ રોજ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજી અને જનવિકલ્પ મોરચાની રચનાની સત્તાવાર જાહેરાત કરી હતી. તેઓઅ ભાજપ-કોંગ્રેસ બન્નેને આશંક રીતે આડેહાથ લઈ, કોંગ્રેસમાં તેઓને થયેલા અન્યાય બાબતે તેઓએ વાત કરી અને પ્રજા જ તેમના માટે સર્વાેપરી હોવાનુ જણાવ્યુ હતુ. તેઓએ કહ્યુ કે ગુજરાતમાં ત્રીજા વિલક્પ ન ચાલે તે એક ભ્રમ છે. શ્રી વાઘેલાએ કહ્યુ હતુ કે, જમ્મુ-કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશમાં ત્રીજા વિકલ્પ અસ્તિત્વમાં છે. દેશના વિવિધ રાજયોમાં ત્રીજા વિલક્પ ચાલ્યો છે અગાઉ ચીમનભાઈ પટેલની સરકાર વખતે ત્રીજા વિકલ્પ ન હતો? જનવિકલ્પ પણ ચાલશે તેમ કહી અને બાપુએ કહ્યુ હતુ કે, હું કોઈની ટીકા નહી કરૂ. ગુજરાતમાં ત્રીજા મારેચાને માટે અવકાશ છે. હું મોદી કે અમીતશાહનો પણ વિરોધ નહી કરૂ.
શંકરસિંહ વાઘેલાએ આજે નવા આકાર પામેલ જનવિકલ્પ ફ્રોન્ટ ને પોરનું સમર્થન આપતા તેમણે જણાવ્યું હતું કે હું કોઈ નેતા વિરુદ્ધ ટીકા નહીં કરું પણ પક્ષ સરકાર વિરુદ્ધ બોલીશ. તેમણે જણાવ્યું હતું કે યુવાઓ એ ભેગા થઈ સોશિયલમીડિયા દ્વારા એક સરવે કર્યો હતો જેમાં એમને એવું જણાયું કે પ્રજા ને કોંગ્રેસ ગમતી નથી અને ભાજપ થઈ નારાજ છે અને આથી અંડર કર્રેન્ટ ને કન્વર્ટ કરવા યુવાઓ એ જાણ વિકલ્પ ફ્રન્ટ ને અનુભવી નેતૃત્વની જરૂર છે. આ માટેના સર્વે માં મારુ નામ લોકોએ વધુ પપસંદ કર્યું હોવાનું આ ઉવાઓએ મને મળી જણાવ્યું હારું આથી .મેં તેમના મુદ્દાઓ મને આપ્યા છે તેને ધ્યાનમાં રાખી જાણ વિકલ્પ ફ્રન્ટને સમર્થ ન આપવાનું નાકી કર્યું છે.કોંગ્રેસ નેતાગીરી ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મેં કોંગ્રેસ નેતાગીરીનું ધ્યાન દોએઉ હતું પરંતુ તેમણે ધ્યાન ન આપતા મેં કાંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો. તેમણે જાણવું હતું કે રોજગારી મોંઘવારી સહિત ના મુદાઓ ને લઈ જનવિકલ્પ ફ્રન્ટનવ સમર્થન આપું છું. શંકરસિંહ વાઘેલાએ આજે જાણ વિકલ્પ ને પોતાનું સમર્થન આપતા ગુજરાત માં રાજકારણ માં ગરમાવો આવી જાવા પામ્યો છે.તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં મેં સરકાર બનાવી ત્યારે સારી સરકાર ચલાવી હતી. તેમણે જણાવ્યું હતું કે જાણ વિકલ્પ ફ્રન્ટ ત્રીજા મોરહ તારી કે ચૂંટણી લડશે.
હું રાજકારણમાં સક્રીય રહીશ. જે દુખી છે તેને વાચા આપવાનુ કામ કરીશુ.કોગ્રેસના સાસન માટે એક વર્ષથી હું સતત પ્રયાસ કરતો હતો.કોંગ્રેસને મે રાતો રાત અલવિદા નથી કહ્યુ. કોંગ્રેસના હાઈકમાન્ડે ભજપમાં જાય છે તો જવા દો તેવુ કહી દીધુ હતુ. મારા મતની કોંગ્રેસને જરૂર ન હતી. બાપુએ વધુમાં કહ્યુ હતુ
આભાર – નિહારીકા રવિયા કે, કોંગ્રેસનો વરસાનો અનુભવ ભાજપથી સેટીંગ ચાલી રહ્યુ છે. મે કહ્યુ હતુ કે હું અહેમદ પટેલને મત આપીશે. મારા મતની કોંગ્રેસને જરૂર ન હતી. ભાજપ-કોંગ્રેસ વચ્ચે મેચફિકસીંગ છે. બાપુએ કહ્યુ કે બન્ને પાર્ટીનો મને અનુભવ છે. સાથદોસાથ જ બાપુએ કહ્યુ હતુ કે જનવિકલ્પમાં પ્રજાજનો જઉમદવારો નકકી કરશે. પાર્ટીના કાર્યકર્તાઓ નકકી કરે તે જ ઉમેદવાર બનશે. બાપુએ એજન્ડાઓની વાત કરતા પણ કહ્યુ હતુ કે, બાપુએ કહ્યુ કે ગુજરાતમાં જનવિકલ્પ મોરચો શિક્ષીત બેરોજગારો માટે કામ કરશે. તેઓએ ફોમ પણ આ માટેના જાહેર કરી દીધા છે. ધો.૧ર પાસને ત્રણ હજાર ભથ્થુ અપાશે તો ગ્રેજયુએટને ર૦૦૦ રૂપીયા જયારે પોસ્ટ ગ્રેજયુએટને ૪પ૦૦ રૂપીયા ભથ્થુ આપવામાં આવશે. આશાવર્કર, કોન્ટ્રાકટર પદ્વતી, શોશ્યલ વર્કર સહિતનાઓને ન્યાય અપાવવાની વાત બાપુએ કરી હતી. બાપુએ કહ્યુ કે, હીમંતનગરમાં મધ્યાહન ભોજનની મહીલાઓ મારી સામે રડતી હતી. બાપુએ જીએસટીના મુદાને પણ આડેહાથ લીધા હતા. જીએસટીની સામે વેપારીઓએ રેલીઓ કાઢી તો સરકાર દ્વારા તેની મંજુરી જ આપવામાં ન આવી.