ગુજરાત ચૂંટણીની તારીખોની જાહેરાતોનું કાઉન્ટડાઉન શરૂ

 

વેકેશન-લગ્નગાળાની સિઝનને ધ્યાને રાખી અને ડીસેમ્બરના પ્રથમ-બીજા સપ્તાહમાં બે તબક્કામાં યોજાઈ શકે છે ચૂંટણી ઃ આગામી સોમ-મંગળવારે
ગુજરાત ચૂંટણી કાર્યક્રમ ઃ આજે સાંજે ઈસીની મહત્વપૂર્ણ બેઠક ઃ ચાર વાગ્યે
પત્રકાર પરિષદથી હિમાચલ પ્રદેશની ચૂંટણીનો જાહેર થશે સત્તાવાર કાર્યક્રમ

રાજકીયપક્ષો ચૂંટણી માટે સજજ ભાજપના ભરતપંડયાએ અને કોંગ્રેસ પ્રદેશે પણ
તમામ મોરચે તૈયારી હોવાનો વ્યકત કર્યો દાવો
અમદાવાદ ઃ આજે સાંજે હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર થશે અને આગામી સપ્તાહે ગુજરાતની ચૂંટણી તારીખો જાહેર કરવામા આવશે ત્યારે રાજકીયપક્ષો એ પણ ચુંટણી માટેની તૈયારીઓ બતાવી દીધી છે. અમે ગુજરાતની જનતાની લાગણી અને વેકેશન તથા લગ્નગાળાને ૧૪ ડીસેમ્બર બાદ ચૂંટણી કરવી જાઈએ તેવી અમે નમ્ર અપીલ કરી હતી. તે અપીલ ચૂંટણીંપંચ સમજ કરી હતી. ચુંટણીપંચ જ અંતિમ નિર્ણય સત્તાની રૂહે કરશે. ત્યારે ભરતભાઈએ કહ્યુ હતુ કે, ભાજપની સેના ચૂંટણીને માટે સજજ છે. સંગઠન અને સરકાર બન્ને મોરચે ચૂંટણી માટે તમામ મોરચે તૈયાર હોવાની વાત શ્રી પંડયાએ કરી હતી. બીજીતરફ કોંગ્રેસ વતીથી પણ નિવેદન અપાયુ હતુ અને ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ આવતીકાલે ચૂંટણી યોજાય તો પણ પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી માટે સંપૂર્ણ રીતે સજજ હોવાનો દાવો કરવામા આવ્યો હતો.

૧૪મી ડીસે.બાદ ગુજરાતમાં ચૂંટણીની સંભાવના ઃ બે તબક્કામાં યોજાશે ચૂંટણી
નવી દિલ્હી : ગુજરાતમાં ડીસેમ્બર માસમાં ચૂંટણીઓ યોજાશે તે તો નિશ્ચિત જ મનાય છે ત્યારે અહી લગ્નગાળો તથા દીપાવલી વેકેશનનો માહોલ હોવાથી ૧૪મી ડીસેમ્બર બાદ ચૂંટણીઓ યોજવામા આવે તેવી રજુઆતો પંચ સમક્ષ કરવામા આવી હતી જેને ગ્રાહ્ય રાખવામા આવે તો ૧૪મી બાદ અહી ચૂંટણી બે તબક્કામાં યોજાયે તેવી અટકળો હાલતુરંત સામે આવવા પામી રહ્યુ છે.

હિમાચલમાં નવેમ્બર માસાંતે ચૂંટણી :આજે સાંજે સત્તાવાર જાહેરાત
નવી દિલ્હી : આજ રોજ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ યોજી અને હિમાચલ વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરનાર છે. ત્યારે સંભાવનાઓ એવી સામે આવી રહી છે કે નવેમ્બર માસના અંતમાં ચૂંટણીઓ યોજાઈ શકે છે. તે પછી અહી ઠંડીનો કડાકો રહેતો હેવાથી ચૂંટણીના મતદાન પર અસર પડી શકે તેમ છે.

નવી દિલ્હી ઃ આજ રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચારો સામે આવવા પામી રહ્યા છે. આજે સાંજે ચાર વાગ્યાના અરસામાં કેન્દ્રીય ચૂંટણી પંચ પત્રકાર પરીષદ યોજી રહ્યુ છે અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી ચૂંટણીના કાર્યક્રમની તારીઓની જાહેરાત કરવામા આવશે તેની સાથોસાથ જ ગુજરાતના વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની પણ આગામી સપ્તાહે જાહેરાત થવાના ભણગારા ગાજી રહ્યા છે.
આ બાબતે સામે આવતી વિગતો અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોનું પણ આગામી સપ્તાહે સત્તાવાર રીતે જાહેરાત થવા પામી શકે છે. સોમવાર અને મંગળવારે ગુજરાતની ચૂંટણી અંગે જાહેરાત થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. નોધનીય છે કે, ગુજરાતમાં ડીસેમ્બરના પ્રથમ અથવા તો બીજા અઠવાડીયામાં ચૂંટણીઓ યોજવામા આવશે.
હિમાચલ પ્રદેશ અને ગુજરાત રાજય બન્નેની ચૂંટણી આસપાસનમા જ સમયગાળામાં યોજવાનો ટ્રેંડ રહ્યો છે. વર્ષ ર૦૧રમાં પણ આ બન્ને રાજયોની ચૂંટણી એક સાથે જ યોજવામા આવી હતી. દરમ્યાન હવે આજ રોજ સાજે હિમાચલ પ્રદેશના કાર્યક્રમની જાહેરાત કરવામા આવશે એટલે તે જ સમયગાળાની આસપાસમાં ગુજરાતની ચૂંટણીઓની સંભાવનાઓ સામે આવવા પામી રહી છે.