ગુજરાત ગૌરવ યાત્રા મુદ્દે અંજાર શહેર અનુસૂચીત જાતિ મોરચા ભાજ૫ની બેઠક મળી

અંજાર : અંજાર મધ્યે ગુજરાત ગૌરવ યાત્રાની તૈયારી માટે અંજાર તાલુકા તથા અંજાર શહેર અનુસુચીત જાતી મોરચા ભાજપના પદાધીકારીઓ અને કાર્યકરોની એક બેઠક નો આયોજન કરવામાં આવેલ હતુ. તા.૭-૧૦-૧૭ના રોજે અંજાર મધ્યે ગુજરાત ગૌરવ યાત્રા તા.૧૩-૧૦-૧૭ના રોજે અંજાર મધ્યે આગમન થનાર હોઈ જે યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના અનુસુચીત જાતીના પ્રતિનીધીઓ સામાજીક આગેવાનો હાજર રહી આ ગૌરવ યાત્રાનો ધામધુમ પૂર્વક સ્વાગત કરવામાં આવે અને અનુસુચીત જાતીના લોકોને આ ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં જાડાવા માટે બેઠકનો આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમના અધ્યક્ષ સામતભાઈ મહેશ્વરી પ્રમુખ કચ્છ જિલ્લા અનુસુચીત જાતી મોર્ચો / ગુજરાત પ્રદેશ અનુસુચીત જાતી મોર્ગાના ઉપાધ્યક્ષ રામજીભાઈ ઘેડા, અંજાર શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ દાવડા, મહામંત્રી લવજીભાઈ સોરઠીયા, તાલુકા ભાજપના મહામંત્રી કાનજી જીવાભાઈ આહિર, આલારામભાઈ કોચરાણી, પપુભાઈ ઘેડા, નગરપાલીકા અંજારના પુર્વ પ્રમુખ શામજીભાઈ સીંધવ, અનુસુચીત જાતી મોર્ચા અંજાર શહેર પ્રમુખ મયુરભાઈ સીંધવ અંજાર નગરપાલીકાના કાઉન્સીલર મંજુલાબેન માતંગ, સંગીતાબેન મહેશ્વરી, ખીમજી માતંગ, મારવાડા સમાજના આગેવાન રામજીભાઈ, ગોવીંદભાઈ લોચા, અનુસુચીત જાતી અંજાર તાલુકા ભાજપના કાર્યકરતા શંકરભાઈ મહેશ્વરી, મનજીભાઈ પરમાર તથા મોટી સંખ્યામાં અનુસુચીત જાતીના આગેવાનો તથા કાર્યકરો હાજર રહ્યા. કાર્યક્રમનો સંચાલન અંજાર તાલુકા યુવા ભાજપના મંત્રી નરેશ અર્જુન થારૂ દ્વારા કરવામાં આવેલ.