ગુજરાત કોંગ્રેસ ઓકટો.નાઅંતમાં મુરતીયાઓ કરશે જાહેર

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓ યોજાવવા પામી રહી છે. ત્યારે રાજકીયપક્ષો દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ આદરી દેવામા આવી છે. દરમ્યાન જ આજ રોજ પ્રદેશ કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક અમદાવાદ ખાતે મળવા પામી હોવાના અહેવાલો સમો આવવા પામ્યા છે. આજ રોજ સ્ક્રીનીગ કમીટી તથા પ્રદેશ ચૂંટણી કમીટીની એક બેઠક અહી મળવા પામી હતી. આ બેઠકમા સ્ક્રીનીગ કમીટીના ચેરમેન સહિત ૩૪ સભ્યો હાજર રહ્યા હતા અને ચૂંટણીમાં ઉમેદવારો નકકી કરવાના માપદંડો નકકી કરવમા આવ્યા હતા જેમાં સ્થનિક સમીકરણોને ધ્યાને રાખીને અને મુરતીયાઓ પસંદ કરવાનુ નકકી કરવામા આવ્યુ છે તો વળી ઓકટોબરના અંત સુધીમાં ઉમેદવારોની યાદી જાહેર કરવાનુ પણ નકકી કરવામા આવ્યુ છે.