ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને ‘લેવાના દેવા’ પડશે પ્રદેશ કોંગ્રેસનું એમએલએ માટે નવતર ફરમાન

ગાંધીનગર : દેશની સૌથી મોટી રાજકીય પાર્ટીનું ગુજરાતમાં આર્થીક ભીંસનો ચિત્તાર સામે આવવા પામી રહ્યો હોવા સમાન અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર પાર્ટીના પ્રત્યેક ધારાસભ્યએ ફરજીયાત પાર્ટી ફંડમાં એક લાખ રૂપીયા જમા કરાવવાનો આદેશ કરવામા આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. પાર્ટીને આર્થિક તંગની અસર ન વર્તાય તે માટે દરેક ધારાસભ્યોને આ ફંડ આપવાનો આદેશ આપવામા આવ્યો છે. જો કે, ધારાસભ્યોને લેવાના દેવા પડી રહ્યા હેાવાની સ્થિતીની એક લાખ રૂપીયા પાર્ટી ફંડમાં જમા કરાવવા કે નહી તે અંગે તેઓમાં હજુય અવઢવ જ વર્તાવવા પામી રહી છે.