ગુજરાત એટીએસને મોટી સફળતા કચ્છમાં એસબીઆઈને ૧૪પ૦ કરોડનો ચુનો ચોડનાર કૌભાંડી મુંબઈથી દબોચાયો

ભદ્રેશ ટ્રેડીંગ કંપનીના માલીક ભદ્રેશ મહેતાની મુંબઈમાથી ધરપકડ : પોલીસ દ્વારા સઘન પુછતાછ શરૂ : સીઆઈડી ક્રાઈમને થશે સોપણી : વધુ નવા કડાકા-ભડાકા થશે

ર૦૧૬માં ભદ્રેશ ટ્રેડીંગ કંપનીના માલીક ભદ્રેશ મહેતા મુદ્દે ગુજરાત હાઈકોર્ટ પણ લીધી હતી કડક નોંધ : પાસપોર્ટ જપ્ત કરી લેવાના અપાયા હતા આદેશ

 

વેલ્યુએશન રીપોર્ટ તૈયાર કરનાર કોણ?
વેલ્યુઅરની ધરપકડ થાય તો મોટા ઘડાકા થશે
ગાંધીધામ : મુંબઈ એસબીઆઈમાંથી ભદ્રેશ ટ્રેડીંગ કંપનીએ બંજર અને પાણીના ભાવ વાળી જમીનો ગીરવે મુકી અને તેના નામે કરોડોની લોન ઓળવી લીધી હતી ત્યારે ભુજના છેવાડાના ગામડાઓમાં હકીકતમાં જમીના ભાવ શું ચાલે છે? તે મુંબઈ એસબીઆઈને અહેવાલ કોણ આપે? લોન કયા આધારે મંજુર થાય? જમીનના વેલ્યુએશન રીપોર્ટ એટીએસ સહિતની એજન્સીઓ ચકાસે તે જરૂરી છે? વેલ્યુએશન રીપોર્ટમાં સહી કર્તા કોણ છે? તેને ઉપાડી અને પુછાણા કરવામા આવે એટલે ઘણા બધા મોટામાથાઓના નામો આ કેસમાં બહાર આવે તેવી વકી સેવાઈ રહી છે.

 

લોનના ઓવરવેલ્યુશેન કૌભાંડમાં કચ્છની સ્થાનિક વહિવટી ટોળકી કોણ?
સ્થાનીક તલાટી-સરપંચ-મામલતદાર-સર્કલ ઓફીસર અને કચ્છ કલેકટર કચેરી સુધીમાં કોણે કર્યા હતા વહીવટ?
ગાંધીધામ : મુંબઈમાં ભદ્રેશ ટ્રેડીંગ કંપની ધરાવતા ભદ્રેશ વસંતરાય મહેતાની આજ રોજ એટીએસ દ્વારા ધરપકડ કરવામા આવી હોવાનો ખુલાસો થવા પામી ગયો છે ત્યારે હવે કચ્છમાં પણ ખળભળાટી મચી જવા પામી ગઈ હોવાના એહવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ બાબતે પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર ભદ્રેશ ટ્રેડીંગ કંપનીએ જે ઓવરવેલ્યુએશન દેખાડી મુંબઈમાં લોન લીધી છે તે જમીન કચ્છના ભુજ તાલુકાના ગામડાઓમાં ંહોવાનુ મનાય છે. ભુજ આસપાસના ગામડાઓમા બંજર અને વેરાન જમીનોને સ્થાનિક બેંકના ટોળકીઓ સાથે ભળીને કરોડોની દેખાડી અને તેના આધારે આ જમીનોને બેંકમાં ગીરવે મુકી અને તેની સામે લોન લીધી હતી ત્યારે હવે સ્થાનીકેથી પણ આ પ્રકરણને લઈને ભારે ખળભળાટી ભરી સ્થીતી ઉદભેવેલી જોવાઈ રહી છે. આ સમગ્ર પ્રકરણમાં એસબીઆઈ કચ્છ, ભુજ શાખાના તત્કાલીક અધિકારીઓ, રેવેન્યુ વિભાગના તલાટી, સરપંચ ,સર્કલ ઓફીસર, મામલતદાર, પ્રાંત અધિકારી અને કચ્છ કલેકટર કચેરી સહિતનાઓની ભૂમિકા પણ સીધી શંકાના દાયરામં આવી જ જાય છે. ટોપ ટુ બોટમ રેેવેન્યુ વિભાગને આ કેસમાં પુછાણાઓ લેવાય, જવાબ લેવાય અને એટીએસ આ તમામની સામે પણ વક્રદ્રષ્ટી કરે તો વધુ મોટા ખુલાસાઓ થવા પામી જાય તેમ છે.

 

એટીએસની લાલઆંખથી કચ્છના વિજયમાલ્યા-નીમો.-મે.ચોમાં ફફડાટ
ગાંધીધામ : ફુલેકું ફેરવો-ભાગેડુ બનો અને વૈભવી મોજમઝા માણોની રીતીનીતીઓ અત્યારે ચાલી રહી છે. દેશભરમાં નીવર મોદી, ભટનાગરબંધુઓ, મેહુલ ચોકસી સહિતનાઓના હજારો કરોડના આવા કૌભાંડો હાલમાં દેશમાં ગાજવી રહ્યા છે. ત્યારે જોવાની વાત એ બની રહી છે કે, કચ્છમાં પણ આવા જ એક મસમોટા વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી સહિતનાઓ પૈકીના એકની ધરપકડ મુંબઈમાથી આજ રોજ થવા પામી હોવાથીઆવા ફુલેકાબાજ તત્વોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી હોવાનો વર્તારો જોવાઈ રહ્યોછે. આજ રોજ મુંબઈમાથી ૧૪પ૦ કરોડના ફુલેકાબાજને પકડી પાડવામાં આવ્યો છે ત્યારે એટીએસની લાલઆંખથી કચ્છના આવા તત્વો પણ ભુર્ગમમાં ઉતરી રહ્યા હોવાની વાત પણ સપાટી પર આવી રહી છે.

 

ગાંધીધામ : કચ્છમાં ભુકંપ બાદ કરોડાના કૌભાંડોના જમીન સહિતના નીતનવા કૌભાંડો આચરવામા આવ્યા છે જેમાં હવે દેર સે આયે દુરસ્ત આયેના તાલે એક પછી એક કડકાઈભરી કાર્યવાહી કરવામા આવી રહી હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે.
આ મામલે જાણવા મળતી વધુ વિગતો ભદ્રેશ ટ્રેડીંગ કંપની મુંબઈમાં ધરાવતા આ કંપનીના ડાયરેટકર અને માલીક એવા ભદ્રેશ વી મહેતાની આજ રોજ મુંબઈથી ધરપકડ કરી લેવામા આવી છે. નોધીનય છે કે સ્ટેટ બેક ઓફ ઈન્ડીયામાથી કરોડોની લોન આ શખ્સ દ્વારા જમીનોના બોગસ ઓવરવેલ્યુએશન કરી તેના આધારે જમીનો બેંકમાં ગીરવે મુકી અને આ લોન લીધી હોવાનુ ફલિત થવા પામ્યુ હતુ. તેના આ સમગ્ર કૌભાંડની તપાસ પાછલા લાંબા સમયથી ચાલી રહી હતી અને વર્ષ ર૦૧૬માં ભદ્રેશ મહેતા વિદેશ ભાગી ન જાય તે માટે હાઈકોર્ટ દ્વારા પણ વિશેષ નોંધ લઈ અને તેના પાસપોર્ટ સહિતના દસ્તાવેજો જપ્ત કરી લેવાની પણ સુચનાઓ આપી હતી.
ભદ્રેશ મહેતાએ મુંબઈ એસબીઆઈમાંથી કચ્છના છેવાડાના અને વેરાન ગામડાઓમાં અંદાજે પ૦થી વધુ જેટલા ખેતરો-જમીનો ઓછી હોવા ઉપરાંત તેનું મોટુ વેલ્યુએશન દેખાડી અને સ્થાનિકેથી તેની તમામ ઔપચારીક પ્રક્રીયાઓ પાર પાડી અને આ જમીનો બેંકમાં ગીરવે મુકી અને તેની સામે ૧૪૦૦ કરોડથી વધુની લોન લીધી હતી. આ કેસમાં જ એટીએસ દ્વારા ધરપકડ કરવામા આવી હોવાનુ પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યુ છે. એટીએસ દ્વારા ભદ્રેશ મહેતાની સીઆઈડી ક્રાઈમને સોપણી કરવામા આવશે અને હવે આગામી દીવસોમાં આ કેસ સલગ્ન વધુ કેટલાક નવા ખુલાસાઓ થવા પામી જાય તેવા એંધાણ સામે આવવા પામી રહ્યા છે.