ગુજરાત એટીએસને મળી મોટી સફળતા : પાઈપલાઈન તેલચોર સંદીપ ગુપ્તા દબોચાયો

ગાંધીનગર : ગુજરાત રાજયમાં સરકારી સંપત્તી સમાન ઓઈલની પાઈપલાઈનમાં તેલચોરીને ખુલ્લેઆમ અંજામ આપતો અને નાસ્તો ફરતો આરોપી ઝડપી લેવામા આવ્યા છે. ગુજરાત એટીએસ દ્વારા સંદીપ ગુપ્તા નામના શખ્સની ધરપકડ કરી લેવામા આવી છે. આરોપીની સામે ગુજસીટોક હેઠળ ગુનો નોધવામા આવ્યો છે. ૧પ વર્ષથી ઓઈલ ચોરીમાં આ શખ્સ સંડોવાયેલો હતો. ઓએનજીસી તથા આઈઓસીએલની પાઈપલાઈનમાં ભંગાણ કરીને ઓઈલ ચોરીને અંજામ આપતો હતો. ગેગમાં સંડોવાયેલા અન્ય ચાર શખ્સાની પણ ધરપકડ કરવામા આવી છે.