ગુજરાતી પુસ્તક મહામાનવ શ્રીકૃષ્ણની ગેરકાયદે પ્રકાશિત થયેલી આવૃત્તિ પર બોમ્બે હાઇકોર્ટનો પ્રતિબંધ

(જી.એન.એસ.)મુંબઇ,બોમ્બે હાઈકોર્ટે ગુજરાતી લેખક જ્યોત્સના તન્ના તથા નગીનદાસ સંઘવીના પુસ્તક ‘મહામાનવ શ્રી કૃષ્ણ’ની રાજકોટના કે. પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલી આવૃત્તિ પર પ્રતિબંધ મૂક્યો છે.આ પુસ્તક મૂળભૂત રીતે જ્યોત્સનાબહેન અને નગીનદાસે સંયુક્ત રીતે લખ્યું હતું. અગ્રણી ગુજરાતી પ્રકાશક આર.આર.શેઠ દ્વારા તેનું પ્રકાશન થયું હતું. એ પછી પુસ્તક રાજકોટના કે. પ્રકાશન દ્વારા ફરી પ્રકાશિત કરાયુ કરાયું હતું. તેમાં મુખ્ય લેખિકા જ્યોત્સનાબહેનની મંજૂરી લેવામાં આવી ન હતી. જ્યારે નગીનદાસ સંઘવીનો ગયા વર્ષે જ નિધન થયું છે.
કે. પ્રકાશન દ્વારા પ્રકાશિત પુસ્તકમાં મુખ્ય લેખિકા જ્યોત્સનાબહેનનુ નામ કવર પર યોગ્ય રીતે રજૂ થયું ન હતું. માટે તેના વેચાણ પર પ્રતિબંધ મુકવા અરજી કરાઈ હતી. કોર્ટે અરજી માન્ય રાખીને રાજકોટની આવૃત્તિનું વેચાણને અટકાવ્યું છે સમગ્ર પુસ્તક પર પ્રતિબંધ નથી મુકાયો.આ અંગે આર.આર.શેઠ ચિંતનભાઈ શેઠે જણાવ્યું હતું કે મુંબઈ હાઈ કોર્ટે રાજકોટમાંથી ા.ર્હ્વરજ દ્વારા પ્રકાશિત થયેલી આવૃત્તિના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે અમારી આવૃતિના વેચાણ પણ નહીં. આ પુસ્તક માં મૂળભુત રીતે આર.આર.શેઠ પ્રકાશન દ્વારા પ્રકાશિત થયું હતું. સામાન્ય રીતે લેખક બીજા કોઈ પ્રકાશનમાં કોપીરાઇટ ન આપે ત્યાં સુધી પુસ્તક એક જ પ્રકાશ દ્વારા પ્રકાશિત થતું હોય છે.આ કિસ્સામાં રાજકોટના પ્રકાશકે લેખીકા જ્યોત્સના તન્નાની લેખિત કે મૌખિક પરવાનગી લીધી ન હતી. પુસ્તક પ્રકાશિત થયા પછી જોસના બેન ને જ્યારે પ્રકાશ પાસે ખુલાસો માગ્યો ત્યારે તેમણે યોગ્ય જવાબ આપ્યો હતો. એટલે અંતે લેખન અને સાહિત્યના હિતમાં જોસનાબેને મુંબઈ હાઈકોર્ટની મદદ લીધી હતી. હાઇકોર્ટે રાજકોટની આવૃત્તિના યોગ્ય ગણાવી તેના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.