ગુજરાતમા સુરત દુષ્કર્મની ઘટના બાદ હાર્દિક પટેલએ આપ્યું મોટું નિવેદન

અમદાવાદ : ગુજરના સુરત ,ઉત્તરપ્રદેશ અને જમ્મુ કાશ્મીર માં નિર્દોષ બાળાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો છે. જેના વિરોધ માં અમદાવાદ શહેરના નિકોલ વિસ્તાર માં મોટી સંખ્યામાં લોકો કેન્ડલ માર્ચમાં જોડાયા હતા. આ કેન્ડલ માર્ચમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ જોડાયા હતા. જે અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે સુરત અને જમ્મુ કાશ્મીરમાં ૮થી૧૦ વર્ષ ની બાળા પર અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું છે અને ઉત્તરપ્રદેશ માં ૧૭ વર્ષ ની છોકરી પર ભાજપના ધારાસભ્યે બળાત્કાર કર્યો છે.અમે આજે સરકાર ની વિરુદ્ધમાં નહિ પણ આટલું બન્યા પછી હજુ પણ ઘરમાં બેઠેલા લાખો માં-બાપ ને જાગૃત કરવા નીકળ્યા છીએ.ગુજરાત દરરોજ ૪/૫ બળાત્કારની પોલીસ ફરિયાદ કરવામાં આવે છે.ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથળી ગયી છે.ગુજરાત ની ભોળી જનતાએ જાગૃત થવાની જરૂર છે.જો કે સુરતમાં ૧૧ વર્ષની બાળકી પર રેપ અને ત્યારબાદ તેની હત્યાનો કિસ્સો સામે આવતા હાર્દિક
પટેલે ભાજપ સરકાર આક્રમક પ્રહાર શરૂ કરી દીધાં છે.જો કે દેશભરમાં કઠુઆ અને ઉન્નાવ રેપ કેસમાં ન્યાયની માંગણી સાથે અનેક સંસ્થાઓ અને રાજકીય પક્ષો કેન્ડલ માર્ચનું આયોજન કરી રહ્યા છે .જેમાં આ મુદ્દે લોકોને જાગુત કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોડી રાત્રે ઇન્ડિયા ગેટ પરથી કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.