ગુજરાતમાં ૧૦૮ની મોબાઈલ એપના શ્રીગણેશ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું લોકાર્પણ : અકસ્માતના ગોલ્ડન અવરમાં આશીર્વાદરૂપ એપ ડાઉનલોડ કરવા સીએમએ ગુજરાતીઓને કર્યો અનુરોધ

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ
પટેલની ઉપસ્થિતિમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ ને ટેકનોલોજી માધ્યમ થી જોડી ડિજિટલ ઇન્ડિયાની સંકલ્પના સાકાર કરી છે.તેમણે આ સેવાઓ ને ૧૦૮ મોબાઈલ એપ્લિકેશન થી જોડીને નાગરિકો ને ઝડપી સમયસર અને ત્વરિત સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ મોબાઈલ એપ ના ઉપયોગ થી ૧૦૮ ને કોલ કરનારી વ્યકિત નું ચોક્કસ સ્થળ ગૂગલ મેપના લેટ લોન્ગ સાથે મળી રહેશે.કોલ કરનારી વ્યક્તિ ને પણ ૧૦૮ તેના સુધી પહોંચવાનો અંદાજિત સમય.ઘટના સ્થળથી નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલ બ્લડ બેન્ક વગેરે ની જાણ મળી શકશે.. એટલું જ નહીં ૧૦૮ મોબાઈલ એપ ના માધ્યમથી એ પણ જાણકારી મળી શકશે કે ઇજાગ્રસ્ત વ્યક્તિને ક્યાં સ્થળે સારવાર લઈ જવાઈ છે. આના કારણે ઇજાગ્રસ્ત ના સંબંધીઓ ને પણ ત્યાં પ્હોચવા માં સરળતા રહેશે. વિજય ભાઈ એ આ સાથે રાજ્ય ના ૧૬૦૦ કી.મી ના દરિયા કિનારે વસતા સાગરખેડુ બંધુઓ માટે દેશ ભર ની પ્રથમ
પહેલ રૂપ ૧૦૮ ઇમરજન્સી બોટ એમ્બ્યુલન્સ સેવા નો પણ પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ ઉપરાંત૧૦૮ ના સેવા કાફલા માં નવી૧૦ એમ્બ્યુલન્સ નો લોકાર્પણ કર્યો હતો.રાજ્યમાં હાલ ૫૮૫ એમ્બ્યુલન્સ છે અને આ વર્ષે નવી ૧૨૫ વધારાની એમ્બ્યુલન્સ સેવાઓ ઉમેરી ને ૬૫૦ ૧૦૮ એમ્બ્યુલન્સની રાજ્યવ્યાપી સેવાઓ નાગરિકો ને મળી રહેશે.તેમણે કહ્યુકે ૧૦૮ ની આ સેવાઓ મોબાઈલ એપ સાથે જોડાતા અકસ્માત કે અન્ય ઇમરજન્સી માં ઇજાગ્રસ્તો ને ગોલ્ડન અવર માં તાત્કાલિક સારવાર મળી રહેતા અમૂલ્ય જીવન બચાવી શકાશે. મુખ્યમંત્રી એ આ ટેક્નોલોજી નો વ્યાપ વિસ્તારવા પણ હિમાયત કરી હતી.