ગુજરાતમાં સરકારી શિક્ષકો દારૂનું કરે છે સેવન : મનસુખ વસાવા

અમદાવાદ : આજ રોજ શાળા પ્રવેશોત્સવની ઠેર-ઠેર ઉજવણી કરવામા આવી છે ત્યારે આજ રોજ ભાજપના સાંસદ મનસુખ વસાવા દ્વારા શાળા પ્રવેશોત્સવ કરાવી અને ઉદબોધન કરતી વખતે સરકારી શીક્ષકોને ટકોર કરી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આજ રોજ મનસુખ વસાવાએ કહ્યુ હતુ કે, સરકારી શાળાનો શિક્ષક વધુ દારૂનું સેવન કરે છે. જુગાર પણ રમે છે. આંકડાઓ દર્શાવે છે કે ખાનગી શાળા કરતા સરકારી શિક્ષકો વધુ ઉચો પગાર મેળવી રહ્યા છે. હાલમાં સરકારી સકુલો બંધ થવાના આરે આવવા પામી ગઈ છે અને તેના મુડમાં પણ શિક્ષકો જ હોવાની ટકોર ભાજપના સાંસદ દ્વારા કરવામા આવી છે.