ગુજરાતમાં ર૦મી સપ્ટે.થી ૧૦૦થી વધુ ગરીબ મેળા યોજાશે

અમદાવાદ : રાજય સરકારના પંચાયત વિભાગ દ્વારા ગુજરાતભરમાં તા. ર૦,ર૧અને રર સપ્ટેમ્બરે ગરીબ કલ્યાણ મેળા યોજવાનું નક્કી થયું છે. ભારત સરકાર પંડિત દીનદયાળ  ઉપાધ્યાયની સ્મૃતિમાં ગરીબ વર્ષ ઉજવી રહી હોવાથી આ વખતે મેળાના લાભાર્થીઓને વિશેષ સારી સાધન સામગ્રી મળશે.સામાન્ય રીતે બે પ્રાંત દીઠ એક ગરીબ કલ્યાણ મેળો યોજાય છે તે મુજબ ૧૧૬ પ્રાંત અને ૮ મહાનગરો છે. અમૂક નાના પ્રાંતનો મેળો નજીકના પ્રાંત વિસ્તારની સાથે થતો હોવાથી કુલ ગરીબ કલ્યાણ મેળાની સંખ્યા ૧૦૦થી ૧૧૦ વચ્ચે રહેવાની ધારણા છે. મેળાનો ત્રણ દિવસનો વિગતવાર કાર્યક્રમ અને મંત્રીઓ સહિતના મહાનુભાવોની હાજરી અંગેની બાબતો હવે પછી નક્કી થશે સમગ્ર આયોજન અંગે પંચાયત તથા ગ્રામ વિકાસ મંત્રી જયંતીભાઇ કવાડિયાના માર્ગદર્શન હેઠળ તૈયારી ચાલી રહી છે.ગુજરાતમાં ૭ પ્રકારની વંચિતતા ધરાવતા ગરીબો જોવા મળે છે. સરકારી કર્મચારીઓએ ર૦૧૧ની વસ્તી ગણતરીના આધારે ઘરે-ઘરે સર્વે કરી વંચિતતાવાળા ૪૬ હજાર લોકોને શોધી કાઢયા છે. જેમાંથી ૧પ હજાર લોકો વિશેષ કીટ મેળવવાપાત્ર જણાય છે. કીટ માટે અગાઉ મહત્તમ રૂ. ૬ હજારની કિંમતની મર્યાદા હતી તે વધારીને હવે રૂ. ૧પ હજાર કરવામાં આવી છે. કારીગરોને ધંધા રોજગારમાં ઉપયોગી આધુનિક પ્રકારની સાધન ઉપયોગી આધુનિક પ્રકારસાધન સામગ્રી અપશે. રાજયભરના ગરીબ કલ્યાણ મેળાના કુલ લાભાર્થીઓની સંખ્યા ૧૪ લાખ જેટલી થશે. ધારાસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડતા પૂર્વનો સરકારી સહાય વિતરણનો આ સૌથી મોટો કાર્યક્રમ બની રહેશે.