ગુજરાતમાં રૂપાણીની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠકમાં છવાશે આ મુદ્દા

ગાંધીનગર : ગુજરાત માં આજે વિધાનસભાના બજેટ સત્ર પૂર્વે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક યોજાશે. જેમાં હાલમાં રાજ્યમાં ચાલી રહેલા મગફળીના ભાવના મુદ્દે ઉભો થયેલો વિવાદ અને સરકારે પણ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું બંધ કરવાનો મુદ્દો છવાયેલો રહેશ . આ ઉપરાંત ગઈકાલથી જ ગીર સોમનાથમાં કોંગ્રેસના ચાર ધારાસભ્ય મગફળીની ખરીદી પુનઃ શરૂ કરવાની માંગ સાથે શરૂ કરેલા ઉપવાસનો મુદ્દો પણ ચર્ચાશે કેબીનેટની બેઠકમાં આજે ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ અંગે સીઆઈડી ક્રાઈમના અહેવાલ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. તેમજ આ મુદ્દે વિપક્ષ કોંગ્રેસે અપનાવેલા આક્રમક વલણને કેવી રીતે ખાળવું તે અંગે પણ રણનીતિ ઘડવામાં આવશે.આ ઉપરાંત ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલું વિધાનસભાનું બજેટ સત્ર તોફાની બનવાના સરકારને અણસાર છે.તેવા સમયે વિધાનસભામાં સરકાર પણ પોતાની રણનીતિ અંગે આજની કેબીનેટ બેઠકમાં ચર્ચા વિચારણા કરશે તેમજ મંત્રીઓને પણ ક્યાં મુદ્દે કયો જવાબ આપવો જે ના આપવો જેવા મુદ્દા પણ આ બેઠકમાં છવાયેલા રહેશે.આ ઉપરાંત રાજ્યભરમાં આ વર્ષે ઉભી થનારી પીવાના પાણીની તંગી અંગે સરકાર પોતાના માસ્ટર પ્લાન અંગે પણ આ કેબીનેટ બેઠકમાં ચર્ચા કરશે. તેમજ પીવાના પાણીના વિકલ્પ ઉભા કરવા અંગેનું પણ આયોજન હાથ ધરવામાં આવશે.