ગુજરાતમાં ભાજપ ૧પ૦નો લક્ષ્યાંક સિદ્ધ કરશે : શ્રી રૂપાણી

સીએમ વિજય રૂપાણી કાલે કચ્છમાં : સત્તાવાર કાર્યક્રમ જાહેર
સીએમશ્રી વિજયભાઈ રૂપાણીના કાફલામાં કેન્દ્રીય મોભી અનુરાગ ઠાકુર, કેન્દ્રીય ગૃહરાજયમંત્રી હંસરાજ આહીર, ગૌરવયાત્રાના ઈન્ચાર્જ ગોરધન ઝડફીયા સહિતના મોભીઓ જાડાશે
રાપર-ભચાઉ-ગાંધીધામ-અંજાર-રતનાલ-ભુજ સહિતના તાલુકઓમાં પ્રગતિશીલ સરકારના વિકાસશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી સબોધશે મેરેથોનસભા ઃ ભારતીય જનતા પાર્ટી સહિત કચ્છભરમાં સીએમના આગમનથી અનેરા ઉત્સાહનો સંચાર
ગાંધીધામ ઃ ગુજરાતમાં પહેલી ઓકટોબરથી ભાજપ દ્વારા ગૌરવયાત્રાનો આરંભ કરવામા આવ્યો છે અને તેના ભાગરૂપે જ આવતીકાલે કચ્છમાં કચ્છીજનોથી રૂબરૂ થવાના ભાગરૂપે ખુદ રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી પધારી રહ્યા હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. આ બાબતે ભાજપ દ્વારા તો સત્તાવાર રીતે પત્રકાર પરિષદ યોજી અને જણાવાયુ છે ત્યારે સીએમના કાફલાનો સત્તાવાર કાર્યક્રમની જા વાત કરીએ તો તેઓ સવારે આઠ કલાકે તેઓ ગાંધીનગર હેલીપેડથી રાપર આવવા પ્રસ્થાન કરશે તેઓ અહી ૯ઃર૦ આવી પહોંચશે. દેનાબેંક ચોક રાપર ખાતે ૯ઃ૩૦ કલાકે જાહેરરેલીને સંબોધન કરશે. તયાથી ચિત્રોડ અને ત્યારબાદ લાકડીયામાં અનુક્રમે ૧૧ અને ૧૧ઃ૩ઢ કલાકે તેઓનુ ભવ્ય સ્વાગત કરવામા આવશે.
૧રઃ૦૦ કલાકે તેઓ સામખીયાળી ખાતે જાહેરસભાને સંબોધન કરશે. બપોરનું ભેજન લીધા બાદ રઃ૩૦ કલાકે વિજયભાઈ રૂપાણીનો કાફલાનું વોંધમાં સ્વાગત  કરવામા આવશે તો વળી ૩ઃ૦૦ કલાકે ભચાઉમાં જાહેરસભાને સંબોધન કરાશે. તો ૪ઃ૦૦ કલાકે શકિતનગર ગાંધીધામ ખાતે જાહેરસભાને સંબોધન કરશે. સાંજે પઃ૧પ કલાકે અંજાર ટાઉનહોલમાં પ્રજાનોને સંબોધન કરશે. તો સાંજે ૬ઃર૦ મીનીટે રતનાલમાં તેઓનુ દબદબાભેર સ્વાગત કરવામા આવશે. જયારે સાંજે ૭ઃ૦૦ કલાકે પ્રિન્સ રેસીડેન્સી ભુજ ખાતે જાહેરસભાને સંબોધન કરશે. સાંજે ૮ઃ૧પ વાગ્યે ભુજ વિમાનીમથકેથી પરત ગાંધીનગર પ્રસ્થાન કરશે.

બનાસકાંઠા ઃ ગુજરાતમાં ચૂટણીની તારીખોના એલાનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે આજ રોજ રાજયના સીએમ રૂપાણીએ કહ્યુ કે, ભાજપ-સંગઠન અને સરકાર ગુજરાતમાં હમેશા પ્રજાની વચ્ચે જ રહે છે અને ચૂંટણી કોઈ પણ સમયે આવે ભાજપ છેલ્લી ઘડીઓ સુધી પ્રજાસેવાના કામોમાં જ વ્યસ્ત છે એટલે ચૂંટણી માટે તમામ મોરચે તૈયાર છે ભાજપ. રૂપાણીએ કહ્યુ કે,ગત ઘણા સમયથી મોદીજી સીએમ હતા ત્યારે સરકાર, ભાજપ, સંગઠન પ્રજા વચ્ચે જ સતત જાય છે અને આવે છે. ચૂંટણી ગમે ત્યારે થાય ભાજપ તમામ મોરચે તૈયાર છે. ચૂંટણી વીલંબીત થાય તેવુ ભાજપ કયારે ઈચ્છતી નથી. કોંગ્રેસ કહેતી હતી કે ચૂંટણી વહેલી આવશે પરંતુ સમયસર જ ચૂટણીઓ થાય અને તે અનુસાર જ ચૂંટણી આવી રહી છે. ગુજરાતમાં ભાજપ ૧પ૦નો લક્ષયાંક પ્રાપ્ત કરશે અને કોંગ્રેસના સુપડા સાફ થશે. ચૂંટણી સમયે થતી જાહેરાતોને ટાંકીને જાવાયા નથી પરંતુ પ્રક્રીયના ભાગરૂપે જ બધી જાહેરાતો ગુજરાત સરકાર દ્વારા કરવામા આવી રહી છે. પ્રજાના કામો છેલ્લા દિવસ સુધી ગુજરાત સરકાર સતત કરતી જ રહેશે.