ગુજરાતમાં ભાજપનું નંબર વનનું સ્થાન ડગમગ્યુંઃ છેલ્લા ૩ પરિણામો ચોંકાવનારા

સરકાર કોઇ ચલાવતુ હોય એવી નહિ પણ એની મેળે ચાલતી હોય તેવી છાપઃ પડકારો મોટા થતા જાય છેઃ ધારાસભામાં ગયા વખત કરતા ભાજપની ૧૬ બેઠકો ઘટીઃ ૭ નગરપાલિકાઓ ગઇઃ ૧ જિલ્લા પંચાયત અને ૩ તાલુકા પંચાયતો ગુમાવી : ‘ગુજરાત મોડેલ’ ની આ હાલત ? દિલ્હી દરબારમાં ગંભીર નોંધઃ લોકસભાની ચૂંટણીમાં સંભવિત મોટુ નુકશાન નિવારવા માટે નકકર પગલાની વિચારણા

 

ગાંધીનગર : ગુજરાતમાં ૧૯૯પ થી સામ્રાજય જમાવનાર ભાજપ માટે અભૂતપૂર્વ પડકારના દિવસો આવ્યા છે. છેલ્લા ૩ મહિનામાં આવેલા ૩ ચૂંટણીઓના
પરિણામોનું તલસ્પર્શી વિશ્લેષણ કરતા ભાજપની મજબુતાઇમાં ઘણો ઘટાડો થયાનું તારણ નીકળે છે. ગુજરાતમાં ભાજપ એટલે વન વે તે સ્થિતિ ભૂતકાળ બની ગઇ છે કોંગ્રેેસે કાઠુ કાઢયું તેનાથી લોકસભાની ચૂંટણી ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવી હોવાનું દેખાઇ રહ્યંુ છે. ધારાસભાની ર૦૧ર ની ચૂંટણીમાં ભાજપને ૧૧પ બેઠકો મળેલી ર૦૧૭માં ભાજપે ૧પ૧ બેઠકોનો લક્ષ્યાંક રાખેલ તેની સામે માત્ર ૯૯ બેઠકો મળી છે. લક્ષ્યાંક કરતા બાવન બેઠકોનું છેટુ રહી ગયું છે. કોંગ્રેસે ર૦૧રમાં પ૭ બેઠકો જીતેલી તે ૭૭ ઉપર પહોંચી છે ભાજપ માત્ર ૭ બેઠકોની બહુમતથી શાસન પર છે શાસનનો જે પ્રભાવ હોવો જોઇએ તે દેખાતો નથી સરકારને કોઇ ચલાવતુ હોય તેના કરતા સ્વયંભૂ (ભગવાન ભરોસે) ચાલતી હોય તેવી છાપ દ્રઢ થતી જાય છે. સરકાર સામેના પડકારો પહાડી બની રહ્યા છે. જાન્યુઆરીમાં ૭પ નગરપાલિકાઓની ચૂંટણી થઇ ર૦૧૩માં ભાજપને પ૪ નગરોમાં બહુમતી મળેલ તે ઘટીને ૪૭ થઇ ગઇ છે કોંગ્રેસને અગાઉની ૧૩ના બદલે ૧૬ નગરપાલિકાઓમાં બહુમતી મળી છે. ગઇકાલે તાલુકા જિલ્લા પંચાયતનું પરિણામ જાહેર થયુ ખેડા જિલ્લા પંચાયત ભાજપે જાળવી રાખી છે રાજયની સૌથી મોટી બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને શાસન મળ્યું છે. ૧૭ પૈકી ૮ તાલુકા પંચાયતમાં કોંગીને અને ૭ પંચાયતમાં ભાજપને બહુમતી મળી છે ચૂંટણી પહેલા ભાજપ પાસે આ ૧૭
પૈકી ૧૦ તાલુકા પંચાયતોહતી હવે ૩ તાલુકાઓમાં સતા ગુમાવી છે. કોંગ્રેસ સાથે આંકડાકીય સ્થિતિએ જોતા ભાજપ આગળ છેે પરંતુ સતત ઘસારો લાગી રહ્યો છે. ગુજરાતમાં વર્ષો સુધી કોંગ્રેસ તો ભાજપ સાથે સ્પર્ધા ન કરી શકે તેવી સ્થિતિમાં હતી તેના બદલે અત્યારે મજબૂત ટક્કરની સ્થિતિમાં આવી ગઇ છ.ે લોકોનો કોંગ્રેસ પ્રત્યેનો પ્રેમ વધ્યો છે તેવુ માનવાનું કોઇ મજબૂત કારણ નથી પરંતુ ભાજપ પ્રત્યેની નારાજગી જરૂર દેખાઇ આવે છે.