ગુજરાતમાં ભાજપની જ સરકાર બનશે : સંજય જોષી

હાર્દીકની સીડી પ્રથમ દ્રષ્ટીએ ખોટી : સંજય જોષી

અમદાવાદ : આજ રોજ વડતાલ ખાતે એક સમારોહમાં ભાગ લેવા આવી પહોંચેલા ભાજપના જ દિગ્ગજ નેતા સંજય જોષીએ હાર્દિકને સીડી મામલે સધીયારો આપ્યો હોવાનો ચોકાવનારો ખુલાસો સામે આવી રહ્યો છે. નોધનીય છે કે તેઓ હાર્દીકની સીડી પ્રાથમિક દ્રષ્ટીએ ખોટી હોવાની વાત કરી છે અને આ સીડી કોણે ઉતારી છે તે મામલે તપાસ બાદ બહાર આવશે તેમ કહ્યુ હતુ.

 

અમદાવાદ : RSSના કાર્યકર્તા સંજય જોષી હાલમાં ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સવારે ૭ વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટ પર પહોંચી ગયા હતા. જો કે તેઓ ભાજપના પ્રચાર માટે આવ્યા છે, તેવું ચોક્કસપણે કહી શકાય.સંજય જોષી વડોદરા, આણંદ અને પાલનપુર ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેમણે વડોદરા ખાતેના કાર્યક્રમમાં ભાજપ તરફી નિવેદન પણ આપ્યું હતું. સંઘ પ્રચારક સંજય જોષીએ વડોદરા ખાતે કહ્યું હતું કે, ‘ગુજરાતમાં ભાજપની જ સરકાર બનશે.’ તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં જાતિવાદ નહીં બલ્કે વિકાસવાદના નામ પર જનતા મહોર લગાવશે અને એકવાર ફરીથી ભાજપની સરકાર બનશે. તેમણે મોદીની વિકાસની નીતિના વખાણ પણ કર્યાં હતા. તેમણે હાર્દિક  પટેલની સીડી બાબતે નિવેદન આપતાં કહ્યું હતું કે, ‘હાર્દિકને સીડી ના નામે બદનામ કરવાની કોશિશ કરાઈ છે. પરંતુ મને તેના વિશે વધુ જાણકારી નથી.’