ગુજરાતમાં ભાજપની ચૂંટણીલક્ષી કવાયત શરૂ

ગાંધીનગર ઃ પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં અને પ્રભારી ભુપેન્દ્ર યાદવની ઉપÂસ્થતિમાં પ્રદેશ આગેવાનોની બેઠકનો પ્રારંભ થવા પામ્યો છે.ગુજરાત વિધાનસભાની ચુંટણી આડે હવે માત્ર ત્રણ મહિનાનો સમય જ બાકી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા આગામી ચુંટણીની તૈયારીઓ શરૂ કરી છે. જેના ભાગરૂપે આજે પ્રદેશ આગેવાનો અને વિધાનસભા બેઠક દીઠ નીમવામાં આવેલ વાલીઓ, પ્રદેશના વિવિધ મોરચાના પ્રમુખો, જિલ્લા પ્રમુખોની બેઠકનો પ્રારંભ થવા પામ્યો છે.પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં અને પ્રભારી ભુપેન્દ્ર યાદવ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, સંગઠનમંત્રી
વિ સતીષ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલપની ઉપÂસ્થતિમાં મળેલી બેઠકમાં પ્રદેશના
આગેવાનોને આગામી ચુંટણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.પ્રાપ્ત વિગતો મુજબ ભાજપ દ્વારા આગામી ચુંટણી અંગે ઘડી કાઢવામાં આવેલા કાર્યક્રમોનો જિલ્લા તાલુકા મંડળ કક્ષાએ અમલ કરવા અને ચુંટણીની કામગીરી શરૂ કરવા અંગે કેટલીક સુચના ઓ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આ ઉપરાંત વિધાનસભા બેઠક પર કાર્યકર્તાઓનો  સંપર્ક કરીને અને કાર્યક્રમો હાથ ધરવા માટેની પણ આ બેઠકમાં ચર્ચા કરીને માર્ગદર્શન આપી સુચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.