ગુજરાતમાં બે ડઝનથી વધુ આઈપીએસની બદલીનો તખ્તો

ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. રાજયનું વહીવટીતંત્ર પણ હવે ચૂંટણી માટે તૈયાર થઈ રહ્યુ છે. આ મામલે પ્રાપ્ત વધુ વિગતો અનુસાર આગામી બે જ સપ્તાહમાં હવે રાજયના આઈપીએસ અધિકારીઓની બદલી કરવામા આવે તેવવા અહેવાલો સામે આવી રહ્યા છે.
ચૂંટણીઓના પગલે ગુજરાત રાજયના આઈપીએસ બેડામાં બદલીઓ કરવામા આવશે. આગામી સપ્તાહ સુધીમાં આ બદલીના આદેશો વછુટી શકે છે તેવી સંભાવનાઓ દર્શાવવામા આવી છે. રાજયના બે ડઝનથી વધુ જેટલા આઈપીએસ અધિકારીઓનો સમાવશ આબદલીઓમાં થઈ શકે છે.