ગુજરાતમાં નકસલવાદનો ખૌફનાક પગ પેસારો

અમદાવાદ : પોતે જ ભારત સરકાર છે, પોતાને જ જળ જંગલ જમીન ઉપર પોતાનો જ અધિકાર છે તેમ કહી ને બનાસકાંઠાના આદિવાસી વિસ્તારોમાં
પગપેસારો કરી રહેલો નક્સલવાદ હવે આગળ વધી રહ્યો છે. લોકોને પોતે જ ભારત સરકાર છે એવું કહીને આદિવાસી પ્રજાને ભરમાવવાનું કામ કેટલાંક લોકો કરી રહ્યાં છે. તેમના ખર્ચ કાઢવા અને પોતાના સંગઠનને મજબૂત કરવા માટે ખાણ માલિકો પાસેથી રોયલ્ટીના નામે ખંડણી વસુલ કરાઈ રહી છે. આ ગેંગ ગુજરાત સરકાર કે ભારત સરકાર ના અસ્તિત્વ ને સ્વિકારતી નથી. આ ગેંગ પોતે જ ભારત સરકાર છે અને તેના રાજચિન્હ પણ છે. એવું આદિવાસી પટ્ટામાં તેઓ પ્રચાર કરી રહ્યાં છે.
પોતાના અલગ વહીવટી સ્ટેમ્પ છે. પોતાના જ કાયદા અલગ બનાવ્યા છે. કાયદા બંધારણના છાપેલા પુસ્તકો પણ છે. ગેંગનુ વડું મથક વ્યારાના જંગલોમાં મનાય છે. તેઓ ફાંકડું અંગ્રેજી બોલે છે. પોલીસને પણ કહે છે કે તેમનો કાયદો નહીં ચાલે અમે લખેલો કાયદો જ આદિવાસી વિસ્તારમાં ચાલશે. આદિવાસી ગેંગ સતિ – પતિ પરંપરા તરીકે ઓળખાય છે. તે જ રીતે પોતાને ઓળખાવે છે. આ પરંપરા ૧૯૬૧માં વ્યારા સ્થિત આદિવાસી નેતા કુંવર કેસર નામના શરુ કરી હતી અને તેમના અવસાન પછી તેનો પુત્ર આ કહેવાતી સરકાર ચલાવે છે. આ અંગે સમગ્ર વિગત ગુજરાત પોલીસ અને કેન્દ્રીય ગુપ્તચર સંસ્થા પાસે છે.