ગુજરાતમાં ચૂંટણીનુ કાઉન્ટડાઉન શરૂ

ર૯મીના રોજ  ગુજરાતમાં ચૂંટણીપંચની મહત્વપૂર્ણ બેઠક

ગાંધીનગર : ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીનં કાઉન્ટડાઉન શરૂ થવા પામ્યુ છે. ર૦મીના રોજ ચૂંટણીપંચના અધિકારીઓની અમદાવાદ ખાતે બેઠક મળશે અને રાજકીય પક્ષો સાથે ચર્ચા કરવામા આવશે. આગામી ડીસેમ્બરમા વિધાનસભાની ચૂંટણી યોજાનારી છે. આ ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણીપંચ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ચૂંટણીપંચે સૌ પ્રથમ રાજયના ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક કરી ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરી વિગતો મેળવાશે. પ્રાપ્ત વિગતો મુજબ ભાજપ-કોંગ્રેસ સહીત ૬ જેટલા રાજકીય પક્ષોને આમંત્રણ આપવામા આવ્યુ છે. કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકાઓ રાજકીયપક્ષોના આગેવાનો સાથે બેઠક કરીને વિવિધ મુદાઓ અંગે ચર્ચા કરશે. આ ઉપરાંત વિવિધ પક્ષોની રજુઆતો પણ ચૂંટણીપંચ ધ્યાને લેશે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામા આવતા ગુરજાત વિધાનસભાની ચૂંટણી કાઉન્ટડાઉન શરૂ થવા પામ્યુ છે.