ગુજરાતમાં કોંગ્રેસનો ઉદ્દેશ માત્ર ડીગ્રી આપવાનો નથી પરંતુ રોજગાર આપવાનો છે : રાહુલ ગાંધી

ગાંધીનગર :  ગુજરાત માં ત્રીજા દિવસની નવસર્જન યાત્રાની છોટા ઉદેપુરથી શરૂઆત કરીને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આદિવાસી વિધાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. રાહુલ ગાંધીને તેમને મુંઝવતા અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમજ કહ્યું કે અમારી સરકારનો ઉદ્દેશ માત્ર ડીગ્રી આપવાનો નથી પરંતુ રોજગાર આપવાનો છે. અત્યારે સમગ્ર દેશમાં સરકાર દરરોજ ૪૫૦ લોકોને સરકાર રોજગાર આપે છે. જયારે ૩૦,૦૦૦ રોજગારની જરુરીયાત છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ વિધાર્થીઓને કહ્યું હતું કે શિક્ષણનો ઉદેશ સેવાનો છે. લોકોને શિક્ષિત કરવાનો છે. પરંતુ ભાજપ સરકારે તો આને વેપાર બનાવી દીધો છે. તેમના મળતિયાઓની કોલેજના ડીગ્રી મળે છે પરંતુ આ ડીગ્રીથી ક્યારેય રોજગાર મળતો નથી. રાહુલ ગાંધીએ વિધાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે તમારે ડરવાની કે ગભરાવવાની જરૂર નથી. અમે ગુજરાતમાં સીસ્ટમને બદલવા જઈ રહ્યાં છે. તેથી લોકોને તેમના હક્ક અને અધિકાર મળે તેમજ હાલની સરકાર તમારા હક્ક ૧૫ ઉધોગપતિઓને વહેચી રહી છે.રાહુલ ગાંધીએ જણાવ્યું કે તમને ખબર છે કે ઓસ્ટ્રેલીયામાં અદાણી વિરુદ્ધ આંદોલન ચાલે છે. ગુજરાતમાં કેમ નથી ચાલતું એ પ્રશ્ન પણ મહત્વનો છે. ગુજરાતમાં કોંગ્રેસની નવસર્જન યાત્રાના બીજા તબક્કાની ત્રીજા અને અંતિમ દિવસે કોંગ્રેસ ઉપાધ્યક્ષ Rahul Gandhi એ છોટા ઉદેપુરથી યાત્રાની શરૂઆત કરી છે અને ખેડામાં યાત્રા સમાપ્ત કરશે. નવસર્જન યાત્રાના ત્રીજા દિવસે તેવો છોટા ઉદેપુરથી દેવગઢ બારિયા, ત્યાર બાદ લીમખેડા, સાલીયા, પંચમહાલના સંતરોડ , ટુવા ગામ અને આખરે ખેડામાં મંદિર ગ્રાઉન્ડમાં સભા બાદ યાત્રાનું સમાપન કરશે.
આ દરમ્યાન રાહુલ ગાંધી અનેક સ્થળોએ સભાને સંબોધિત કરશે અને કોર્નર મીટીંગ કરશે તેમજ સામાન્ય લોકો અને આદિવાસી સમાજના અગ્રણીઓ સાથે પણ સંવાદ કરશે. રાહુલ ગાંધીની ગુજરાત વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને યુવા રોજગાર કિસાન અધિકારના ના સ્લોગન સાથે નવસર્જન યાત્રાનો આ બીજો તબક્કો છે. જેમાં તેમણે ત્રણ દિવસ સુધી મધ્ય ગુજરાતના સાત જીલ્લાની ૩૫ વિધાનસભા વિસ્તારમાં સંવાદ કર્યો છે. તેમજ જીએસટી, નોટબંધી,અમિત શાહના પુત્ર જય શાહના કંપનીના કારનામા , ગુજરાતનું ફેલ વિકાસ મોડેલ સહિતના અનેક મુદ્દાઓ લોકો સમક્ષ મુક્યા છે,