ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવે છે : અશોક ગેહલોત

ભાજપના રાજમાં ખેતી નષ્ટ થઈ : કોંગ્રેસ ખેડુતોના ઉદ્વારની યોજના લાવશે ઃ ભરતસિંહ સોલંકી : કોંગ્રેસે યોજી પત્રકાર પરિષદ

 

અમદાવાદ : આજ રોજ ગુજરાતના રાજકારણમાં નવો વળાંક આવવા પામી ગયો છે. બાપુએ ત્રીજા વિકલ્પની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસ દ્વારા પણ પત્રકાર પરીષદ યોજી હતી. અહી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત દ્વારા સંબોધન કરી અને શંકરસિંહ વાઘેલા પર ચાબખા વરસાવ્યા હતા. તેઓએ કહ્યુ હતુ કે, ત્રીજા વિકલ્પ એટલે ભાજપની બી ટીમ છે.
તેઓએ કહ્યુ કે વાઘેલા હવે પોતાની જાત સાથે દ્રોહ કરી રહ્યા છે. તેઓએ અગાઉ પણ કોંગ્રેસની સાથે દ્રાહે કર્યો હોવાનુ ગેહલોત દ્વરા કહેવામા અવ્ય હતુ. વાઘેલાના મનમાં હવે શું છે તે પ્રજા જાણી ચૂકી છે. તેઓએ ક્હયુ કે વાઘેલા હાલના સમયમાં રાજકીય દબાણમાં છે. ત્રીજા વિકલ્પ ભાજપની બી ટીમ છે. તો વળી આ પત્રકાર પરિષદમાં ભરતસિંહ સોલંકીએ કહ્ય હતુ કે, ભાજપના રાજમાં ખેતી નષ્ટ થવા પામી ગઈ છે. કોંગ્રેસ ખેડુતોના ઉદ્વાર માટેની યોજના લાવગશે. કોંગ્રેસની સરકાર આવશે તો નર્મદા કેનાલ અને સબ કેનાલનુ કામ કરશે. ખેડુતોની સમતીથી તેમની જનીમ લેવામા આવશે. કોંગ્રેસ દ્વારા ખેડુત અધિકાર યોજનાની જાહેરાત પણ કરવામા આવશે. ભાજપના રાજમાં ત્રણ લાખ પપ હજાર ખેડુતોની સંખ્યામાં ઘટાડો થયો છે. જીએસટીના લીધે મોંઘવારીમાં વધારો થયો છે.