ગુજરાતમાં કૉંગ્રેસને વધુ ઍક ઝટકો : આ દિગજજ નેતા ભાજ્પમાં જોડાવવાની તૈયારીમાં

નવી દિલ્હી : ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ગુજરાત ના રાજકારણ માં મોટી રાજકીય ઉથલ પાથલો મચી રહી છે,જેને લઇ કૉંગ્રેસ ને ઍક પછી ઍક મોટો ઝટકો ભાજ્પ તરફથી આપવામાં આવી રહ્યો છે.થોડાક સમય પૂર્વે કૉંગ્રેસ ના દિગજજ નેતા કુંવરજી બાવળીયા એ ભાજ્પ નો ખેસ પહેરી મંત્રી પદ મેળવી લીધુ,ઉપરાંત રથ યાત્રા ના દિવસે ગુજરાત ના પુર્વ ઝ્રસ્ શંકરસિંહ નો પુત્ર મહેન્દ્ર સિંહ ભાજ્પમા ગોઠવાઈ ગયો. ત્યારે હવે સુરત કૉંગ્રેસ ના દિગજજ નેતા અને પુર્વ CM  ધીરુભાઈ ગજેરા પણ ગમે તે ઘડીએ ભાજ્પ નો ભગવો ધારણ કરી શકે એવા અહેવાલો તેમના આંતરિક સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહયા છે.
પુર્વ MLA  ધીરુ ગજેરા ના નજીક ના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા મહિનાથી ધીરુ ગજેરાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કોંગ્રેસ પક્ષ ની અને ભાજપ વિરોધ ની તમામ રાજકીય પોસ્ટ્‌સ ડીલીટ કરી દેવાઈ છે. ધીરુભાઈ ગજેરાને ફોન પર સંપર્ક કરતા તેમણે ભાજ્પ મા જોડાવા ની શક્યતાઓ ને લઇ ‘ નરોવા કુંજરોવા ‘ જેવો જવાબ આપ્યો હતો.જે તેમનાં ભાજ્પ માં જોડાવા ના સ્પષ્ટ સંકેતો આપી જાય છે.જો કે ૨૦૧૭ ની વિધાનસભા ની ચૂંટણીઓ ટાણે ગજેરા એ પુર્વ ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સામે પક્ષ વિરોધનું કાર્ય અને ટીકીટ ફાળવણી માં ગોટાળા ના આરોપો લગાવ્યા હતા.ત્યારે આશરે ૬૦ ની ઉંમરને પાર કરનાર ધીરુભાઈ ગજેરા એ અનેક રાજકીય ઉતાર ચઢાવ જોયા છે. ધીરુભાઇ ૨૦૧૭ ની લોકસભા ની ચૂંટણી કોંગ્રેસ ની ટીકીટ પર વરાછા સીટ પરથી લડ્યા હતા અને ૧૧૦૦૦ વોટ ના અંતર થી ભાજપના સ્વાસ્થ્ય મંત્રી કુમાર કાનાણી ની સામે હાર્યા હતા.