ગુજરાતમાં ઉપવાસની રાજનીતિથી ગરમાવો

આમરણાંત ઉપવાસના નવમા દિવસે હાર્દિક થયો બેભાન : મેડિકલ
બુલેટીનમાં સિવિલના ડોકટરે હોસ્પિટલમા દાખલ થવાની આપી સલાહ :
હાર્દિકે બ્લડટેસ્ટ-યુરીન ટેસ્ટ કરવાની ના પાડી : પેટમાં દુઃખાવાની વધી ફરિયાદ

 

સતો-મહંતો સાથે આજ રોજ હવે જીતનરામ માંજી તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી મળશે : રાજકીય હલચલ સતત તેજ

 

 

ઉપવાસના રાજકારણથી સરકાર ભીંસમાં

ગાંધીનગર : પાસ કન્વીનર હાર્દિક પટેલે ખેડૂતોની દેવા માફી અને પાટીદારોને અનામતની માગણી સાથે કરેલા ઉપવાસના આઠમા દિવસે પાટીદારોની ધાર્મિક-સામાજિક સંસ્થાના અગ્રણીઓ અને
એસપીજીના વડા લાલજીભાઇ પટેલ પણ કાર્યકરો સાથે મળવા આ?વી પહોંચ્યા હતા. રાજ્યભરમાં પણ મોટી સંખ્યામાં તેના સમર્થનમાં પ્રતીક ઉપવાસ-રામધૂનના દેખાવો થતા ભાજપ સરકાર ભીંસમાં મૂકાઇ રહી હોવાનું અને હાર્દિક સાથે વાટાઘાટ કે ખેડૂતોની દેવા માફી મુદ્દે આગળ વધવું પડે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. તે સાથે સરકારે પણ અંદરખાને કોઇક રસ્તો કાઢવા તૈયારી દર્શાવી હોવાના સંકેત જેરામ પટેલ ઉપવાસી છાવણીમાં આવતા મળ્યા હતા. પાટીદારોની મોટી સંસ્થા ગણાતી ખોડલધામના ટ્રસ્ટીઓ, સિદસર અને ઊંઝાના ટ્રસ્ટીઓ-મોભીઓ હાર્દિકને મળ્યા હતા. અગ્રણીઓએ પાટીદાર સમાજને કાયદાકીય લાભ મળતા હોય તે લડતને સમર્થન આપવા સાથે હાર્દિક મુદ્દે સરકાર સાથે મધ્યસ્થીની તૈયારી પણ દર્શાવી હતી. હાર્દિકને મળવા દિવસભર પાટીદાર કાર્યકરો, કોંગ્રેસના નેતાઓ, ધાર્મિક-સામાજિક સંસ્થાના મોભીઓ સહિત વિવિધ વર્ગના લોકોનો પ્રવાહ જારી રહ્યો હતો. પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ૫૦ જેટલી ગાડીઓ ગ્રીનવૂડ ખાતે ખડકાઇ ગઇ હતી. હાર્દિકને મળ્યા બાદ ખોડલધામના દિનેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, સરકાર અમારો સંપર્ક કરશે તો અમે સરકાર સાથે હાર્દિકના આંદોલન મામલે વાતચીત કરીશું. હાર્દિકની કાયદાકીય રીતે મળવા પાત્ર માગ સાથે ખોડલધામ ટ્રસ્ટ સહમત છે. પ્રવીણ વસાણી અને કિરીટ પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. ઊંઝા ઉમિયાધામના મંત્રી દિલીપ પટેલે કહ્યું હતું કે, હાર્દિકે પાણીનો ત્યાગ કરતા આગેવાનો ચિંતિત હતા અને પાણી પીવડાવવા જવાનો નિર્ણય કર્યો હતો. અગાઉ પણ પાટીદારની છ ધાર્મિક સંસ્થાઓએ સરકાર સાથે ચર્ચા કરી હતી. આજે પણ આંદોલનનો સુખદ અંત આવે તે માટે પાટીદારના હિતમાં સરકાર સાથે ચર્ચા થાય છે. સરકાર પોઝિટિવ હતી અને આયોગ અને નિગમની રચના થઇ પણ હજુ કેટલાક પ્રશ્નો બાકી છે અને તે અંગે પણ સરકાર સાથે વાટાઘાટો ચાલે છે.

 

અમદાવાદ : આજે  ઉપવાસનાં ૯માં દિવસે પણ હાર્દિક પટેલનો આમરણ
ઉપવાસ યથાવત છે. જોકે ૯ દિવસના ઉપવાસની અસર તેનાં પર વર્તાઇ રહી છે. આજે સવારે તે બેભાન થઇ ગયો હતો. શરિરમાં દુખાવો અને અશક્તિ આવી ગઇ છે. છેલ્લાં આઠ દિવસમાં કોઈને કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો હાર્દિકની ખબર અંતર લેવા માટે ઉપવાસ સ્તળ પર આવી રહ્યા છે. આજે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જિતેન્દ્રરામ માંજી તેની મુલાકાત માટે આવી શકે છે. આ ઉપરાંત વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ હાર્દિક પટેલને મળવા ગ્રીનહૂડ રિસોર્ટ પહોચશે.
ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના નેતા હાર્દિક પટેલ છેલ્લા નવ દિવસથી અનામતની માંગ સાથે અન્ય માંગને લઈ ઉપવાસ પર બેઠો છે. હાર્દિકના વજનમાં સાત કિલો વજનનો ઘટાડો થયો છે. અત્યાર સુધી સરકારે તેમના કોઇપણ પ્રતિનિધિને હજી વિચારણા માટે મોકલેલ નથી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ૧ સપ્ટેમ્બર એટલે કે ગત શનિવાર સાંજે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. તમને જણાવી દઈએ કે, ૧ સપ્ટેમ્બરનાં રોજ હાર્દિક પટેલે ગઢડાથી આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત એસ. પી. સ્વામીના હાથે પાણી પીધું હતું. હાર્દિક પટેલના ડોક્ટર અવિરાજ સાથે અમારી ટીમે શનિવારે વાત કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે, ‘’હાર્દિકની તબિયત ગંભીર છે. આજે ડોકટર દ્વારા બુલેટીન જાહેર કરી અને હાર્દિકની તબિયત લથડી છે અને તેને હોસ્પિટલમા દાખલ થવાની સલાહ આપી હતી. ઉબકા અને ચક્કર આવવા પેટમા દુબાવો થવાની હાર્દિક ફરીયાદ વધી રહી હોવાાનુ જણાવ્યુ હતુ.નોધનીય છે કે, હાર્દીકની મુલાકાતે આજે જીતનરામ માંજી તથા પરેશ ધાનાણી સહિતનાઓ પહોચી રહયા છે તયારે હવે રાજયના રાજકારણમા પણ ગરમાવો આવી રહ્યો હોવાની સ્થીતી સામે આવી રહી છે.