image description
  • સેવા માટે રાજકારણમા જોડાયો છું, સમાજ સેવા માટે જેલમા જવુ પડશે તો પણ તૈયાર : મહેશ સવાણી

દિલ્હીના ડે.સીએમ સુરતમાં જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીને ખેશ-પહેરાવી આપમાં કરાવ્યો પ્રવેશ : પ્રેસ સંબાધીને ગુજરાતના અનેક નામી ચહેરાઓ આપમાં ટુંક સમયમાં જોડાશેનો વ્યકત કર્યો હુંકાર : સીએમ પદનો ચહેરો પણ ચુંટણી પહેલા જાહેર કરવાની આપી ખાત્રી

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓને હજુ દોઢવર્ષનો સમય બાકી છે ત્યારે રાજકીયહલચલ તેજ બની જવા પામી ગઈ છે અને આ વખતે આમઆદમી પાર્ટીએ પણ ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે. અગાઉ દીલ્હીના સીએમ ગુજરાત આવ્યા અને ઈશુદાનભાઈ ગઢવી આપમા જોડાયા તે બાદ આજ રોજ ડે.સીએમ મનીષ સીસોદીયા સુરત આવ્યા અને અહી પ્રખ્યાત ઉદોગપતિ મહેશ સવાણી આપમાં વિધીવત જોડાઈ ગયા છે.
આજ રોજ મનીષ સીસોદીયા દ્વારા પ્રેસને સબોધન કરી અને કહ્યુ હતુ કે, ગુજરાતમાં આમઆદમી પાર્ટી તરફ લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે. કેજરીવાલજીની સરકારે દિલ્હીમાં પાંચ વર્ષમાં જે કામો કરી દેખાડયા તે કોગ્રેસે સાત દાયકા સુધી કેન્દ્રમા ન કર્યા અને ભાજપે ગુજરાતમા રપ વર્ષ સુધી આ કામો ન કર્યા. હવે પ્રજાજનો આ તફાવત સારી રીતે સમજી શકયા છે. સીસોદીયાએ આ તબક્કે સવાણીજીને આવકાર્યા હતા અને ગુજરાતમા આગામી દીવસામેા આવા નામી અનેક વ્યકિતઓ આપમા જોડાઈ રહયા હોવાની પણ જાહેરાત કરી હતી. ગુજરાતમા હવે આપનુ કામ બોલી રહ્યુ છે. સુરતમા ભણેલા અને યુવાન લોકોની ટીમ સતત વધી રહી છે.બીજીતરફ આજ રોજ સુરતમા દીલ્હીના ડે.સીએમની ઉપસ્થિતમા આપમા જોડાયેલા અને વરસોથી ભાજપની નજીર રહેલા ઉદોગપતિ મહેશ સવાણીએ કહ્યુ હતુ કે, સેવા માટે રાજકારણમા જોડાયો છુ. સમાજ સેવા માટે જેલમા જવુ પડશે તો પણ જવા તૈયાર છુ. સમાજમા પણ રાજકારણ કરવામા આવી રહ્યુ છે. આજ રોજ મહેશ સવાણીએ ખેસ પહેરાવી આવકાર અપાયો ત્યારે ગુજરાત આપના ગોપાલ ઈટાલીયા, ઈશુદાન ગઢવી સહિતનાઓ હાજર રહ્યા હતા.