ગુજરાતમાં અમારી સરકાર આવશે ઃ શકિતસિંહ ગોહીલ

તિરૂપતી ઃ ગુજરાતમાં રાજયસભાની ચૂંટણીમાં કોગ્રેસને વિજય અપાવવામા ચાવીરૂપ ભૂમીકાભજવનારા શકિતસિહ ગોહીલ દ્વારા આજરોજ તિરૂપતીમાં નિવેદન આપી અને કહ્યુ છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. અમારી લડાઈ લોકશાહીને બચાવવા માટેની હતી. તેઓએ કહ્યુ હતુ કે ભાજપની ખરીદ ફીરોતી સામે કોંગ્રેસના ધારાસભ્યો જરા સહેજ પણ ડગ્યા નથી અને તે બદલ તમામ અભિનંદનના ઉત્તરાધિકારી જ છે. સત્ય મેવ જયતે થાય તો અમે તીરૂપતીના દર્શને આવશે તેવી માનતા આજ રોજ તિરૂપતી શીશ જુકાવી અનેઅમે પૂર્ણ કરી છે. ગુજરાતમાં અમારી સરકાર આવશે. કોઈપણ એક વ્યકિત સીએમ બને અથવા તો અમારી સરકાર બને તે જ માત્ર ઉદેશ્ય નથી પરંતુ ગુજરાત નવર્સજન માટે અમે સરકારમાં આવીશુ તેમ ગોહીલે કહ્યુ હતુ.