ગુજરાતભરમાં વાયા કચ્છ થઈ દારૂના નેટવર્કમાં ખાખીના ભ્રષ્ટ જાદુગર ભાવિનની ભુંડી ભૂમિકા..!

  • આ ધંધાદારીઓનો માલ રોકવો નહી, ડીજી ઓફીસથી જ ગોઠવણો થઈ છે

રાજસ્થાન સાંચોરથી બે રાજયોની હદનો વિવાદ ગુંચવણો સર્જાય તે રીતે ગુંદરી-અમીરગઢ-કાગથડા ચેકપોસ્ટ આજુબાજુમાં કુખ્યાત બુટલેઘરો વિનોદ સીંધી, આસુ અગ્રવાલ સાથે સેંટીગ કરીને વાયા કચ્છથી સૌરાષ્ટ્ર-વિરમગામ-રાજકોટ- મહેસાણા સુધી રોજેરોજ હજારો બોટલો ઈંગ્લીશદારૂની ઠલવાતી હેાવાની ચકચાર : જાદુગર ભાવીન..રસ્તામા આવતા પોલીસ મથકોમાં ફોન કરીને ધમકી આપે છે, આ માલ રોકવો નહી, ડીજી ઓફીસની ગોઠવણથી જ માલ આવે છે.., હકીકતમાં જાદુગર ભાવિન તમામ અધિકારીઓ-કચ્છ સહિતનાઓના નામના હપ્તા પણ નાખી રહ્યો છે ખુદના ગજવામાં..!

ડી.જી.પી.શ્રી તપાસ કરાવે કે, તેમના નામનો ઉપયોગ કોણ કરે છે ? અને આ જાદુગર ભાવિન કેટલા વર્ષોથી કચ્છમાં જ સેવા કરે છે ? : ક્યારેક પશ્ચિમમાં તો ક્યારેક પૂર્વમાં અથવા ગમે તે એજન્સીમાં પણ ગોઠવાઈ જાય છે તો આજ સુધી કચ્છનું શું ભલું કર્યું ? તે પણ છે તપાસનો વિષય

ગાંધીધામ :પૂર્વ કચ્છમાં એસપીશ્રીએ ધંધાર્થીઓની સામે કાયદાનો કડક ધોક્કો પછાડતા અહી મોટાભાગના ધંધાર્થીઓ ભુગર્ભમાં જ જતા રહ્યા છે. તેવામાં ખાખીના જ વિભીષણ સમાન ભ્રષ્ટ અને જાદુગર ભાવિન તરીકે પ્રચલિત વહીવટદાર હાલમાં ખુદની ભ્રષ્ટાચારની ભુખ સંતોષવા ધંધાદારીઓને ધંધાઓની છુટ આપવામાં તમામ હદો ઓળંગી જ રહ્યો હોય તેવો તાલ થવા પામી રહ્યો છે. કહેવાય છે કે, ગુજરાતભરમાં રાજસ્થાન અને ગુજરાતની સરહદોની હદનો પ્રશ્ન ઉભો થઈ જાય તેવી રીતે કુખ્યાત બુટલેઘર વિનોદ સીંધી, આસુ અગ્રવાલની સાથે સેટીગ કરી અને રાજસ્થાન સાંચોરથી બધો જ માલ ગુંદરી-અમીરગડ અને કાગથડા ચેકપોસ્ટ પર રોજની પાંચથી છ હજાર બોટલો ઠાલવી રહ્યો છે. અને ત્યાથી જ આ દારૂનો તગડો જથ્થો વાયા કચ્છની હદમાંથી સૌરાષ્ટ્ર સહિત ઠેર ઠેર રાજયવ્યાપી પહોચાડવામા આવી રહ્યો છે. ચોંકાવનારી વાત અહી એ સામે આવી રહી છે કે, ગુજરાતભરમાં દારૂનુ નેટવર્ક વાયા કચ્છ થઈને જાદુગર ભાવિને જે સ્થાપાયું છે તેમાં રાજયના ડીજીશ્રીના નામની ફિલમ ચલાવી રહ્યો હોવાનું કહેવાય છે.આ બાબતે અંતરંગ વર્તુળોમાથી બહાર આવતી વિગતો અનુસાર કચ્છ-સૌરાષ્ટ્રમાં ઈંગ્લીશ દારૂ કચ્છની સરહદથી પસાર થાય છે. કચ્છમાં રોજના બેથી ચાર કન્ટેનરો આવે છે અને વાયા કચ્છ થઈને જ આ દારૂનો જથ્થો જામગનર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, સહિત અનેક જિલ્લાઓમાં પહોચી રહ્યો હોવાનુ કહેવાય છે. આ માલ જે પોલીસ મથકોની હદમાંથી પસાર થાય છે તે મથકોના અધિકારીઓને ભ્રષ્ટ જાદુગર ભાવિન ફોન કરીને ધમકી આપીને કહી દે છે કે, આ કન્ટેઈનરોને રોકવા નહી, ડીજી ઓફીસ મારફતે જ બધી ગોઠવણો થઈ છે અને આ દારૂનો જથ્થો બાદમાથી તમારા વિસ્તારમાંથી પસાર થવા પામી રહ્યો છે. જાદુગર ભાવીન કહે છે કે, આ ધંધાદારીનો માલ રોકવો નહી, આ ધંધાદારીઓએ ડીજી ઓફીસ મારફતે ગોઠવણો કરી છે. મજાની વાત તો એ છે કે, ભાવિન આ બધા જ ડારાડફારા બનાવટી જ કરી રહ્યો છે. કારણ કે, ગુજરાતના વર્તમાન ડીજીશ્રી તો નખશીખ પ્રમાણિક છે અને તેઓની સામે કે તેઓની તાબાની કચેરીમાં આવા પ્રકારના ધંધાઓના હપ્તા કે ગોઠવણો થાય તે વાત તો કોઈ પણ માની લેવા પણ તૈયાર ન થાય. હકીકત એવી છે કે, કચ્છના અધિકારીઓના અને લાગતા વળગતાના હપ્તા પણ આ જાદુગર ભાવીન ખુદના ખીચ્ચામાં જ નાખી રહ્યો છે.ખરેખર તો પૂર્વના પોલીસ સ્ટેશન અને અધિકારીઓએ કચ્છમાં પસાર થતા આ દારૂ પકડીને જાદુગર ભાવિનનો ચહેરો બેનકાબ કરી દેવો જોઈએ. જો કે, આ જાદુગર ભ્રષ્ટ ભાવીનના ગળામાં ઘંટ બાંધે કોણ? કારણ કે, તેને જે નડે તેની જાદુગર ભાવિન બારોબાર જ દવા કરાવી નાખે છે. તેનો તાજો દાખલો એલસીબીવાળા પીએસઆઈ જોષીનો જ બની રહે છે. જોષીને આ જાદુગર ભાવિનથી પંગો લેવાના કારણે જ દવા પીવી પડી હતી. જોષીને એટલી હદે પજવણી કરી હતી કે હવે આ જાદુગર ભાવીનની સામે કોઈ પડવાની હિમંત જ કરતુ નથી. અને કદાચ કોઈ તેની સામે પડે તો ઉચ્ચ અધિકારીઓને ભાવીન કાન ભંભેરણી કરીને સામે પડનારાના હાલ-હવાલ કરાવી નાખે છે. માત્ર પીએસઆઈ જોષી જ નહી પણ તેને નડતા કર્મચારીઓને પણ આ ભાવિને કયાંના કયાં બદલાવી નાખ્યા છે. ખરેખર જે લોકો-કર્મીઓની બદલી આ જાદુગર ભ્રષ્ટ ભાવિને કરાવી નાખી છે તેવા કર્મીઓને પરત તે જ સ્થળે મુકવા જોઈએ અને જાદુગર ભાવિનની શાન ઠેકાણે લાવવી જોઈએ તેમ પણ જાણકારો કહી રહ્યા છે