ગુજરાતની ૧૪મી વિધાનસભાની વિવિધ સમિતિમાં કચ્છના ધારાસભ્યોનો સમાવેશ

ગાધીનગર : ૧૪મી ગુજરાત વિધાનસભામાં સભાગૃહની જુદી જુદી સમીતીઓ પર અધ્યક્ષશ્રી દ્વારા નિમણુકો કરવામા આવી છે. જેમાં કચ્છના ધારાસભ્યોને પણ વિવિધ સમીતીઓમાં સમાવેશ કરવામા અવ્યો છે. બિન સરકારી સભ્યોના કામ કાજ માટેની સમીતીમાં ૮ સભ્યોની નિયુકિત કરાઈ છે તેમાં અબડાસાના ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજાની તો ગૌણ વિધાન સમીતીમાં રાપરના ધારાસભ્ય સંતોકબેન અરેઠીયાની તો વળી સભાગૃહની બેઠકોમાથી સભ્યોની ગેરહાજરી બાબતની સમિતિમાં માંડવી-મુંદરાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટેની સમિતિમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની નિમણુક કરવામા આવી છે.