ગુજરાતની પ્રજા ભાજપને જીતાડવા આતુર

ગુજરાતમાં ભાજપ ૧પ૦ નહી ૧૬પ બેઠકો પર ભાજપ જીતવાનો ઉમા ભારતીનો દાવો

ગુજરાતના લોકોમાં અનેરી ઉર્જા છે :  વસુંધરા રાજે

શંકરભાઈ ચૌધરી-હરીભાઈ ચૌધરીએ આપી પ્રતિક્રીયા

 

દીયોદર : આજ રોજ ભાજપના કેન્દ્રીય દિગ્ગજ મોભી એવા હરીભાઈ ચૌધરીએ બનાસકાંઠામં ગોરવ યાત્રા દરમ્યાન બોલતા કહ્યુ હતુ કે વિકાસના મુદા પર ભાજપ ૧પ૦ના લક્ષ્યાંક સાથે વિજયી થશે. કોઈપણ સમયે ચૂંટણી આવે ભાજપની ફોજ હમેશા પ્રજાની વચ્ચે જ રહેછે તેથી તમામ મોરચે ભાજપ સજજ હોવાનો દાવો તેઓએ કર્યો હતો. શંકરભાઈ ચૌધરીએ આજ રોજ ગૌરવ યાત્રા ટાંકણે વાતચીત કરતા કહ્યુ હતુ કે, પ્રજાએ મુડ બનાવ્યો છે કે ભાજપની સરકાર ૧પ૦થી વધુની બેઠકો સાથે બનાવવો. પ્રજાના સ્નેહ સાથે ભાજપની સરકાર આવી રહી છે તે સ્પષ્ટ જાવાય છે. ગૌરવયાત્રાને મળતા આવકાર અને ઉમળકાની પણ શ્રી ચૌધરીએ કહ્યુ હતુ કે, ગુજરાતમાં ભાજપ તરફથી જ મુડ જાવામા આવે છે. બનાસકાંઠા જિલ્લો ભાજપના રંગે રંગાયલો દેખાય છે. ભાજપના કાર્યકર્તાઓ અને ગુજરાતની પ્રજા પણ ભાજપની સરકાર બનાવવા માટે થનગની રહી છે. ઉમાભારતીએ આજ રોજ ગૌરવયાત્રા દરમ્યાન કહ્યુ હતુ કે ગુજરાતમાં ૧પ૦ નહી ૧૬પ બેઠકો પરજીતી રહ્યા હોવાનો દાવો રજુ કર્યો હતો. તો વસુંધરા રાજે પણ ગુજરાતમાં અગાઉના પ્રમાણમાં ભાજપનો જનાધાર વધશે તેવો આગ્રહ કર્યો હતો.