ગુજરાતની અસ્મિતાને ઉજાગરકરતી ગૌરવયાત્રાના લાકડીયામાં વધામણા

રાપર : ગુજરાતના વિકાસની અસ્મિતાને ઉજાગર કરતી ગૌરવયાત્રાનું આજથી બે દીવસ કચ્છમાં સમાપન કરવામા આવી રહ્યુ છે. વિકાસ અને પ્રગતિ તો રાજયની સતત અવિરત રહેશે જ તેવા ઉદગાર અને ખાત્રી સાથે રાજયના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી આજે કચ્છના પ્રવાસે પધારેલા છે. તેઓએ રાપરમાં ઝંજાવાતી સભા ગજવ્યા બાદ ત્યાથી સામખીયાળ તરફ કાફલાએ પ્રસ્થન કરતા માર્ગમાં લાકડીયા ખાતે ગુજરાત ગૌવરયાત્રાના વધામણા કરવામાઆવ્યા હતા. સીએમ વિજયભાઈ રૂપાણી, ઉમાભારતી, ગોરધન ઝડફીયા, હંસરાજ આહીર સહિતના મોભીઓ ઉપરાંત સંગઠનના આગેવાનોને આ યાત્રામાં લાકડીયા ખાતે સ્વાગત કરી અને વીજય વિશ્વાસ પણ દર્શાવાયો હતો.
ચિત્રોડથી પ્રસ્થાન કર્યા બાદ ગુજરાત ગૌવર યાત્રામા સીએમનો કાફલો લાકડીયા મધ્યે આવી પહોંચ્યો હતો જયાં વિજયભાઈ રૂપાણી, અનુરાગ ઠાકુર સહિતના મહાનુભાવોને ગ્રામજનોએ અદકેરો આવકાર આપી અને વધાવ્યા હતા.