ગુજરાતના ૭૭ આઈએએસ અધિકારીની બદલી : રાજયના વહીવટીતંત્રમાં ધરખમ ફેરફારો…!

શ્રી આર. બી. બરાડ વડોદરા કલેકટર પદે,રાજકોટના કલેકટર ઉદિતશ્રી અગ્રવાલને મહેસાણામાં કલેકટર પદે, સુરત કલેકટરશ્રી ધવલ પટેલ ગાંધીનગર ગુડાના સીઈઓ તરીકે મુકાયા : શ્રી એમ.એ.પંડયા દેવભુમિ દ્વારકાના કલેકટર બન્યા : શ્રી અરૂણ મહેશ બાબુને રાજકોટના કલેકટર બનાવાયા તો શ્રી રેમ્યા મોહનની નેશનલ હેલ્થ મિશનમાં ડીરેકટર પદે નિયુકિત

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા રાજયના વહીવટીતંત્રમાં લાંબા સમયથી જેની ઈંતેજારી થતી હતી તે બદલી-બઢતીનો ઘાણવો કાઢવામાં આવ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આજ રોજ રાજય સરકાર દ્વારા વહીવટીતંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. રાજયના ઉચ્ચ સનદિ અધિકારીઓ તથા જિલ્લા કલેકટરો અને ડીડીઓની મોટાપાયે બદલી-બઢતીના આદેશો વછુટવા પામી ગયા છે.રાજયના ૭૭ જેટલા આઈએએસ અધિકારીનોના ફેરફારનો આદેશ આજ રોજ સત્તાવાર રીતે જાહેર કરી દેવામા આવ્યો છે. જેમાં કચ્છ કલેકટર તરીકે સેવા બજાવનાર શ્રી પ્રવિણા ડી.કેનો પણ સમાવેશ થવા પામી રહ્યો છે. શ્રી પ્રવીણા ડી.કે.ને કચ્છથી બદલીને પંચમહાલ મુકવામાં આવ્યા છે તો તેમના સ્થાને કચ્છ કલેકટર પદે છોટા ઉદેપુરથી શ્રી સુજલ જે.મ્યાત્રાને મુકવામાં આવ્યા છે. જયારે ભુજના પ્રાંત અધિકારી તરીકે યશસ્વી સેવા બજાનાર યુવા આઈએએસ અધિકાીર મનીષ ગુરવાણીને વલસાડના ડીડીઓ તરીકે નિમણુક આપવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ, વડોદરા, સુરત સહીતના કલેકટરોની બદલીઓ કરવામાં આવી રહી છે. એકંદરે રાજયના વહીવટીતંત્રમાં મોટાપાયે ફેરફારો કરી દેવામાં આવ્યા છે.