ગુજરાતના સાધુ-સંતસમાજ સીએમના દ્વારે

રૂપાણી – વાઘાણી સાથે યોજી બેઠક : નવ માંગ કરી રજૂ ઃ વિધાનસભામાં ટીકીટ ફાળવણીમાં ન્યાય આપવા માંગી દાદ

ગાંધીનગર ઃ ગુજરાતમાં ચૂંટણીઓ યોજાવવા પામી રહી છે ત્યારે આજ રેજ રાજયના સાધુ-સંત સમાજ આજ રોજ સીએમના નિવાસસ્થાને પહોંચ્યા છે. ભારતબાપુ સહીતના સાધુ સંતો પોતાની નારાજગી મામલે સરકાર સમક્ષ માંગણીઓ અંગે પણ ફરીથી રજુઆત કરશે. તેઓએ કરેલી માંગણીઓને સતત નજરઅંદાજ કરવામા આવત હોવાથી આજે સીએમના દ્વારે પહોચયા છે ત્યારે હવે શું તેમની નારાજગી દુર થશે?
બેઠક બાદ સાધુ સમાજ વતીથી અપાયેલી પ્રતિક્રીયામાં જણાવ્યા મુજબ ગુજરાત રાજયના ધાર્મિક સ્થાનકોના અનેક પ્રાણપ્રશ્નો અમારી સમક્ષ આવ્યા હતા અને ગત રોજથી અમે જુનાગઢમાં ઉપવાસ પર બેસવાના હતા. તે વખતે સાધુ સમાજે આક્રમક વલણ ન અપનાવી અને સરકારની સાથે વાટાઘાટો કરવાનુ મન બનાવાયુ છે. જે અંતર્ગત જ આજ રોજ વિજયભાઈ રૂપાણી, જીતુભાઈ વાઘાણી અમારી સાથે બેઠા હતા આજે અમારા નવ મુદાઓ હતા. ધાર્મિક સ્થાનો રેગ્યુલાઈશ કરી આપો, ગુજરાત યાત્રા ધામ વિકાસ બોર્ડમાં સાધુને નીમવા જેમાં સહમત થયા છે, ગીરનાર જીર્ણોદ્વારા ઓથોરીટી બોર્ડમાં સાધુઓનું સ્થાન હોવુ જાઈએ, ઉપરાંતની રજુઆત કરી છે. ટીકીટ માટે નરેન્દ્ર બાપુ ઉભા રહે તો તેઓ રાજકારણના અનુભવી છે અને સંતોના પણ પ્રીય છે. સાધુ સમાજની અવગણના કરવામા ન આવે તેવી માંગ કરાઈ છે.