ગુજરાતના રણસંગ્રામમાં રાહુલનું આગમન

કીર્તી મંદરે ઝુંકાવ્યુ શીષ : પોરબંદરમાં જુના બંદરે માછીમારો સાથે કર્યો સંવાદ

 

ભ્રષ્ટાચાર-જીએસટી-નોટબંધી-બેરોજગારી મુદે સંવાદ કરીશું : રાહુલ ગાંધી
પોરબંદર : કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી આજ રોજ ફરી ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને તેઓએ પોતાના ગુજરાત પ્રવાસની વાત કરતા કહ્યું હતુ કે, રાજયભરમાં ચૂંટણીના પ્રચારના મુદાઓ બાબતે વાત કરતા જણાવુય હતુ કે, ભ્રષ્ટાચાર, જીએસટી, નોટબંધી, બેરોજગારી, મોંધવારી સહિતના મુદાઓ લઈ અને જનતા સુધી જઈશુ. ઉપરાંત વિકાસ અને જય શાહ બાબતે પણ સવાલ પુછવા પણ રાહુલ ગાધીએ આગ્રહ કર્યો હતો.માછીમારોને જે પાંચ ટકા જીએસટી લાગે છે તે બાબતે પણ આજ રોજ સંવાદ કરવામા અવશે.

 

શું કર્યા રાહુલે ગુજરાત-કેન્દ્ર સરકાર પર પ્રહાર?
• જયરામજી બોલી રાહુલે સંબોધનની કરી શરૂઆત • મોદીએ ટાટા નેનો કંપનીને ૩૩ કરોડ આપ્યા • સબસીડી, નોટબંધી મુદે રાહુલે ગુજરાત સરકાર પર કર્યા પ્રહાર • એક પછી એક પોર્ટની ગુજરાત સરકાર ઉદ્યોગપતીઓને લ્હાણી કરી રહ્યા છે • રર વર્ષમાં ગુજરાત સરકારે પાંચથી છ ઉદ્યોગપતીને ધનકુબેર બનાવ્યા • કોગ્રેસના સમયમાં માછીમારો માટે રાષ્ટ્રીયકક્ષાનું સંગઠન બનાવાયુ – હવે કેન્દ્રમાં માછીમારો માટે અલગથી મંત્રાલય હોવુ જાઈએ • પ્રજાજનોને ૩૦૦ કરોડ નથી આપતા અને નેનો કંપનીને ૩૩ હજાર કરોડ આપ્યા• ગુજરાતમાં ૯૦ ટકા ખાનગી કાલેજો છે • ગુજરાતમાં છે સૌથી વધુ બેરોજગારી

 

પોરબંદર : ગુજરાત ચૂંટણીનું રણશીંગું ફુંકાઈ જવા પામી ગયુ છે અને ભાજપ-કોગ્રેસ ચૂંટણીપ્રચારમા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે હવે કોગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી ફરીથી ગુજરાતના ચૂંટણીરણસંગ્રામમાં આવી પહોંચ્યા છે. તેઓ આજ રોજ સવારે પોરબંદર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા જયા તેઓને સ્થાનિક આગેવાનો દ્વારા આવકાર આપવામા આવયો હતો. રાહુલ ગાંધી એરપોર્ટ પર આવ્યા બાદ સીધા કીર્તીમંદીરે પહોચ્યા હતા અને તેઓએ શીષ જુકાવ્યુ હતુ. અહીથી રાહુલ ગાંધીએ પોરબંદરના માછીમારો સાથે જુનાબંદર પર સંવાદ કર્યો હતો.રાહુલ ગાંધીની સાથે અહી અશોક ગેહલોત, ભરતસિંહ સોલંકી સહિતના દિગ્ગજા પણ હાજર રહ્યા હતા.