ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાચા અર્થમાં મહાજન બન્યા છે : તારાચંદભાઈ છેડા

ગૌશાળા તથા પાંજરાપોળોને બે મહિના સુધી રૂા.રપની સબસીડીની રાજ્ય સરકારની જાહેરાતને આવકારી કાયમી સબસીડીની કરી પૂર્વ રાજ્યમંત્રીની રજૂઆત

ભુજ : ગુજરાત સરકારના માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાત રાજ્યની પાંજરાપોળો અને ગૌશાળાઓ માટે જુન-જુલાઈ માસ એમ બે મહિના સુધી પશુદીઠ રૂા.રપની સબસીડીની જાહેરાત ખરેખર વંદનને પાત્ર છે. માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અગાઉના દુષ્કાળના સમયમાં કચ્છની પાંજરાપોળો તથા ગૌશાળાઓ માટે રૂ.૭૦ જેટલી પશુદીઠ સબસીડી તથા કોરોના મહા બિમારીના મહામારીના સમયે જ્યારે મુંબઈના દાતાઓ અને બહાર વસતા દાતાઓ અને સ્થાનિકના દાતાઓ તરફથી દાનની ગતિ ધીમી પડી છે તેવા સમયે સૌની રજૂઆતોને ધ્યાનમાં લઈ માન. મુખ્યમંત્રી મહાજન બનીને પાંજરાપોળો તથા ગૌશાળાઓ માટે રૂા.૭૦ કરોડ જેવી માતબર રકમની જાહેરાત કરીને મહામુલા પશુધનને બચાવવાના ભગીરથ કાર્યમાં સહભાગી થયા છે. ત્યારે પૂર્વ મંત્રી તારાચંદભાઈ છેડાએ તેમને અભિનંદન આપતા હવે અન્ય રાજ્યોની જેમ ગુજરાતની પાંજરાપોળો અને ગૌશાળાઓના પશુધનને બચાવવા માટે કાયમી સબસીડીની જાહેરાત કરવા પણ શ્રી છેડાએ અપીલ કરી છે. શ્રી છેડાએ દુષ્કાળ વખતે પણ દર મહિને કચ્છ આવીને કચ્છના મહામુલા પશુધનને બચાવવા માટે અંગત દેખરેખ રાખીને જે કાર્ય આપે કર્યું તેને કચ્છ કયારે પણ ભૂલશે નહીં.