ગુજરાતના દરીયામાં બોટ ડુબી : ૪૦ વિદ્યાર્થીઓ ગરકાવ?

રાહત-બચાવ કાર્ય પુરજોશમાં : વાલીઓ-સબંધીઓમાં ચિંંતાનું મોજું

અમદાવાદ : આજ રોજ વધુ એક બોટ દુર્ઘટના બનવા પામી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. મહારાષ્ટ્રના દહાણુ સમુદ્ર વિસ્તારમાં આજ રોજ એક બોટ દરીયામાં ગરકાવ થવા પામી ગઈ છે. આ બોટમાં ૪૦ જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા અને તેમની શોધખોળ તેજ બનાવવામા આવી રહી છે. વિદ્યાર્થીઓના માતા-પિતા પરીવારજનોમાં ચિંતાનો મોજુ ફરી વળ્યુ છે. તો વળી તંત્ર દ્વારા બીજીતરફ રાહત-બચાવકાર્ય પુરજોશમાં ચાલુ કરવામા આવી ગયુ છે. તમામ વિદ્યાર્થીઓ કે.એલ.કોન્ડા સ્કુલના વિદ્યાર્થીઓ હતા. ગુજરાતના ઉમરગામ અને મહારાષ્ટ્રના દહાણુ નજીક બોટ ડુબવાની ઘટના સામે આવવા પામી રહી છે.