ગુજરાતના દરીયાઈકાંઠે આતંકી હુમલાની દહેશત

રાજયના તમામ બંદરોની સુરક્ષા વધારવાની તાકીદ : સુરક્ષા એજન્સીઓને ઈનપુટસ મળ્યા બાદ સતર્કતા વધારાઈ

 

કચ્છકાંઠે વધી છે નાપાક હલચલ
ગાંધીધામ : ગુજરાતની ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ઈનપુટસ આપવામા આવ્યા છે કે રાજયના દરીયાઈ સરહદે આતંકવાદીઓ ત્રાટકવાની ફિરાકમાં છે. આવા સમયે નોધવુ ઘટે કે કચ્છમાં પણ જખૌ દરીયાઈ વિસ્તાર વિશાળ કાંઠાળ પટ્ટો ધરાવે છે. અને હાલમાં જ કાંઠાળ કચ્છ પટ્ટે પણ સંવેદનશીલ કહી શકાય તેવી ભેદી ગતીવીધીઓ તેજ બની જવા પામી ગઈ છે.
દરીયાઈ આતંકી હુમલાના ટાંકણે યાદ અપાવવાનુ રહ્યુ કે કચછ કાઠેથી આતંકવાદીઓ ગુજરાતમાં ઘુસી ગયા, પ્રતિબંધીત થુરાયા ફોનના સિગ્નલ ઝથ્ડપાવવા, નાપાક બોટ અને પાક.માછીમારો પકડાવવા, સહિતના અનેકવીધ નાપાક દેશ પ્રેરીત અડપલાઓને કચ્છ કાંઠે અંજામ અપાઈ ચૂકયો છે જે વખતે હવે આતંકી હલચલના ઈનપુટસ ચિંતાજનક જ અને સૂચક જ કહી શકાય તેમ છે.

 

આતંકી ઘુસ્યાના ઈનપુટસથી કચ્છ-પોરબંદરમાં એલર્ટગાંધીધામ : ભારતીય સુરક્ષા એજન્સીઓને એવી બાતમી મળી છે કે ગુજરાતમાં આતંકવાદીઓ ઘુસી ચૂકયા છે અથવા તો ઘુસવાની ફિરાકમાં છે. આતંકવાદીઓ કચ્છની જળસીમાનો ઉપયોગ કરી અને ઘુસવાની ફિરાકમાં છે અથવા તો ઘુસી ચુકયા હોવાનું મનાય છે ત્યારે ખાસ કરીને જખૌ જળસીમા એટલ કે અબડાસાના જખૌથી લઈ અને પોરબંદર સુધીના દરીયાઈ વિસ્તારને એલર્ટ પર મૂકી દેવામા આવ્યા હોવાનો વર્તારો ઉભો થવા પમા રહ્યો છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા એલર્ટ આપવામા અવ્યુ છે ત્યારે કચ્છ અને પોરબંદરમાં ખાસ કરીને દરીયાઈ મોનીટરીંગ વધારે સતર્ક બનાવાઈ રહ્યુ છે. અહી માછીમારી પ્રવૃતીઓથી લઈ અને વિવિધ મુદે બાજ નજર રખાઈ રહી છે. કોસ્ટગાર્ડ અને મરીન મથકોને પણ સજજ રહેવા તાકીદ કરવામા આવી છે.

ગાંધીનગર : ગુજરાત રાજયનો વિશાળ ૧૬૦૦ કી.મીનો દરીયા કિનારો નિશાને નાપાકતત્વો હોવાના વધુ એક વખત અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. તાજેતરમાં જ કચ્છના દરીયાઈ વિસ્તારમાંથી સર્જાયેલી ભેદી હલચલ બાદ હવે વધુ એક ઘટસ્ફોટ સુરક્ષા એન્જસીઓ દ્વારા કરવામા આવી રહ્યુ છે.
આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર પાકીસ્તાન પ્રેરીત આતંકવાદી પ્રવૃતીઓ ગુજરાતના દરીયાઈકાંઠા પર ફરીથી વધે તેવી દહેશત સામે આવી રહી છે. તો વળી બીજીતરફ ગુજરાતના જ દરીયાઈકાંઠાના વિસ્તારમાંથી આતંકી હુમલાની આશંકા પણ સુરક્ષા-ગુપ્તચર એજન્સીઓ દ્વારા પણ દર્શાવવામા આવી છે. અને તેના પગલે જ રાજયભરના દરીયાઈ વિસ્તારોની સલામતી વ્યવસ્થા વધારી દેવામા આવી રહી છે. ગુજરાતનો ૧૬૦૦ કી.મી.નો દરીયાઈ વિસ્તાર સદાય સંવેદનશીલ રહ્યો છે.
આતંકવાદી પ્રવૃતીઓ, સ્મગલીંગ, ઘુસપેઠી હલચલ સહિતની ભેદી પ્રવૃતીઓ અહી સતત થવા પામી જ રહી છે. ત્યારે સુરક્ષા એજનસીઓ દ્વારા આપવામા આવલ ઈનપુટસ વધુ ગંભીર બની રહ્યા છે. આતંકવાદી પ્રવૃતી અને હુમલાની દહેશત બાદ સુરક્ષા એજન્સીઓએ એલર્ટ કરાઈ છે અને સતર્કતા ધવારવાની તાકીદ આપવામા આવી છે. ગુજરાતના બંદરો પર સુરક્ષા વધુ મજબુત બનાવવાના પ્રયાસે પણ તેજ બનાવી દેવામા આવ્યા છે.