ગુજરાતના ગૃહરાજયમંત્રીના પીએને કોરોના

ગૃહવિભાગમાં અત્યાર સુધીમાં કુલ સાત કર્મીઓ આવી ગયા ઝપટમાં : અગાઉ પીએ રિનિશ ભટ્ટ થયા હતા કોરોના સંક્રમિત

ગાંધીનગર : ગુજરાત રાજયના ગૃહપ્રધાન પ્રદીપસિહ જાડેજા ખુદ કોરોના ગ્રસિત થયા છે તો તેઓના કાર્યલયમાં પણ હવે એક પછી એક લોકો કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. અગાઉ તેઓના પીએ રિનિશ ભટ્ટ કોરોના સંક્રમિત થયા બાદ આજ રોજ તેમના પીએસ મનોજ પટેલને કોરોના થવા પામી ગયો છે.અત્યાર સુધીમાં કુલલ સાત લોકો સંક્રમિત થવા પામી ચૂકયા છે.