ગુજરાતથી ઉત્તરાખંડ આવેલા ૨૨ યાત્રાળુ કોરોના પોઝિટિવ

(જી.એન.એસ.)ગાંધીનગર,ગુજરાતના કોરોના કેસોએ હાહાકાર મચાવ્યો છે. ત્યાં ગુજરાતથી ઋષિકેશ બસમાં ગયેલા તમામ ૨૨ યાત્રીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બસ ૪ દિવસ પહેલા ગુજરાતથી ઋષિકેષ પહોંચી હતી. ત્યારે તમામ મુસાફરોના ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ મુનિકીરેતી ખાતે કરવામાં આવ્યા હતા, જેમાં તમામ પોઝિટિવ જોવા મળ્યા હતા.
ગુજરાતથી મુનીકીરેતી નીલકંઠ વિસ્તારમાં ગુજરાતના ૨૨ મુસાફરો ફરવા પહોંચ્યા હતા. જેમાં તમામ કોરોના પોઝિટિવ નીકળ્યા છે. ચાર દિવસ પહેલા મુનિકીરેતી ચેક પોસ્ટ પર તેમના આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા. સોમવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખાસ વાત એ છે કે, સેમ્પલ લીધા બાદ આ મુસાફરો અહીંથી નીલકંઠ મહાદેવ મંદિર ગયા હતા. જેના બાદ તેઓ મુનીકીરેતના શીશમ ઝાડી સ્થિત એક આશ્રમમાં રોકાયા હતા. હવે આરોગ્ય વિભાગની ટીમે આશ્રમમાં રહેલા લોકોના સેમ્પલ લેવાની તૈયારી કરી છે.ગુજરાતમાં હાલ મુસાફરોની ટ્રાવેલ હિસ્ટ્રી જાણવી બહુ જ મુશ્કેલ બની ગયું છે. મુંબઈમાં પ્રવેશતા બહારના લોકો માટે ટેસ્ટ ફરજિયાત છે. પરંતુ હજી પણ અનેક રાજ્યોમાં કોરોના ટેસ્ટ ફરજિયાત નથી. ત્યારે ગુજરાતથી ગયેલા મુસાફરો હાલ ઋષિકેશમાં સુપરસ્પ્રેડર બન્યા.