ગુજરતના છ શહેરોમાં લોકડાઉન લાગુ પડશે તેવી અફવા ફેલાવનારની થઈ ધરપકડ

(જી.એન.એસ)અમદાવાદ,અમદાવાદ સહિત છ શહેરોમાં લોકડાઉન લાગુ પડશે તેઓ ગુજરાત સરકારના નામનો ફેક લેટર વહેતો કરવામાં આવેલો. ખોટો મેસેજ મુકનાર અમદાવાદના અમૃત સલાટ નામના યુવકને સાયબર ક્રાઇમ બ્રાંચે પકડી પાડયો. શહેરોમાં લોકડાઉનની (Lockdown) અફવા ફેલાવનાર આરોપી અમૃત સિલાઈ કામ કરે છે અને પોતે ફેક લેટર એડિટિંગ કરી અલગ અલગ વોટ્‌સએપ ગ્રુપમાં કોપી કરી અને ફેસબુક પર મુક્યો હોવાનું સામે આવ્યું છે.
સાયબર ક્રાઇમ પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપી અમૃત સલાટે પોતાના ફેસબુક પેજ પર ગુજરાત સરકારના નામનો એક ફેક લેટર પોસ્ટ કર્યો હતો. જેમાં આરોપી અમૃત સલાટ પોતાના ફેસબુક આઇડી ઉપર પોસ્ટમાં કોવિડ-૧૯ ના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યું પણ આ બાબતે કોઈ નક્કર પરિણામની આશા ન હોવાથી ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના છ શહેરોમાં તારીખ ૧૧ એપ્રિલથી તારીખ ૧૭ એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આપાતકાલીન સેવાઓ શરૂ રહેશે અને લોકડાઉનના નિયમનું પાલન થાય તેવી જવાબદારી જે તે શહેરના એસપી, ડીવાયએસપીની રહેશે. ગવર્મેન્ટ ઓફ ગુજરાતના આવા લખાણવાળા ખોટા મેસેજની પોસ્ટ સો.મીડિયામાં મૂકી હતી.સાઇબર ક્રાઇમ બ્રાન્ચની (Cyber Crime Branch) તપાસમાં ઝડપાયેલો અમૃત કુબેરનગરના સંતોષીનગરમાં રહે છે અને સિલાઈનું કામ કરે છે. અમૃત સલાટ ફેસબુક ઉપર લોકડાઉન ફેક લેટર સાથેની પોસ્ટ મૂકી હોવાનું સામે આવ્યું હતું. આ રીતેની પોસ્ટ સો.મીડિયા (Social Media) પર મૂકી લોકોમાં ભયનો માહોલ સર્જાવા અંગે સાયબર ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. જેને આ ફેક લેટર પોતે એડિટ કર્યો હોવાનું કબૂલાત કરી છે.લોકડાઉન ફેક લેટર સો.મીડિયામાં વાયરલ થતા રાજ્યના ડીજીપી દ્વારા સાયબર ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન હેઠળ અમદાવાદ, સુરત, પંચમહાલ અને વડોદરા રેન્જમાં ગુનો દાખલ કરી ખોટો મેસેજ વાયરલ કરનાર ધરપકડ કરી મુખ્ય ફેક લેટર બનાવનારની તપાસ શરૂ કરી છે.