ગુજકેટ-૨૦૨૧ની પરીક્ષા માટે ૨૩ જૂનથી ઓનલાઈન ફોર્મ ભરાશે

(જી.એન.એસ.)અમદાવાદ,ગુજરાત બોર્ડના ધો. ૧૨ના પરિણામ જાહેર થતા પહેલા જ ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી એન્જિનિયરિંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા એ,બી અને એબી ગ્રુપના વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજકેટ ૨૦૨૧ની પરીક્ષાની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન ફોર્મ ભરવાની સૂચનાઓ ુુુ.ખ્તજીહ્વર્.ખ્તિ પર મૂકવામાં આવી છે.ઉમેદવારો ગુજકેટ-૨૦૨૧ની પરીક્ષાનું ફોર્મ બોર્ડની વેબસાઈટ ુુુ.ખ્તજીહ્વર્.ખ્તિ તથા ખ્તેદ્ઘષ્ઠીં.ખ્તજીહ્વર્.ખ્તિ પરથી ૨૩ જૂનથી ૩૦ જૂન ૨૦૨૧ સુધીમાં ઓનલાઈન ભરી શકાશે. આ માટે ઉમેદવારે ૩૦૦ રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે. જેને ઓનલાઈન અથવા દેશની કોઇપણ જીમ્ૈં બ્રાન્ચમાં જઈને ભરી શકાશે.