ગુંદીયાળી બંદુક પ્રકરણમાં વધુ એક આરોપીની અટકાયત

માંડવી :  તાલુકાના ગુંદીયાળી-ત્રગડી માર્ગથી એલસીબીએ બંદુક સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. તપાસ દરમ્યાન સ્થાનિક પોલીસે વધુ એક શખ્સને ધરબોચી લીધો હોવાનું જાણવા મળ્યું હતું.
આ બાબતે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગત તા. ૭-૧૧-૧૭ ના પશ્ચિમ કચ્છ એલસીબીએ ત્રગડી ગામના વનરાજસિંહ મોહનસિંહ જાડેજા (ઉ.વ.રપ) ને દેશી પરવાના વગરની બંદુક સાથે પકડી પાડી માંડવી પોલીસના હવાલે કર્યા હતા. માંડવી પી.એસ.આઈ. બી.પી. પાતાળીયાએ આરોપીની ધરપકડ કરી પુછતાછ કરતા બંદુક પ્રકરણમાં ગુંદીયાળીના રામો ઉર્ફે રામજી ફુલજી પટ્ટણી (ઉ.વ.૩પ) સામેલ હોવાનું જણાવતા આરોપીની ધરપકડ કરી હતી.