ગુંદિયાળીમાં યુવતીને મરવા મજબૂર કરનાર પ્રેમી સહિત ચાર સામે ફોજદારી

માંડવી : તાલુકાના ગુંદિયાળી ગામે રહેતી યુવતીનું અપહરણ કરી શારીરિક સંબંધ બાંધવા તથા ઝેરી દવા પીવા માટે મજબૂર કરવા દવા પીને આત્મહત્યા કરવા બદલ યુવતીના પ્રેમી સહિત ચાર શખ્સો સામે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગુંદિયાળી ગામે રહેતી ૧૯ વર્ષિય યુવતીનું ગત તા.૩૦-પ-૧૮ના ૧૧થી સાંજના ૪ દરમ્યાન મસ્કા ગામેથી અપહરણ કરાયું હતું. લાયજા ગામે રહેતા દેરાવજ નાગાજણ ગઢવી કે જે પોતે પરિણીત છે અને યુવતી સાથે આડો સંબંધ હોઈ દેવરાજ ગઢવી તથા લાયજાના કાળા કરશન ગઢવી, વાલજી ગઢવી તેમજ કોટાયાના મહેન્દ્ર બુધુ ગઢવીએ બળજબરીપૂર્વક અપહરણ કરી તેની સાથે શારીરિક સંબંધ બાંધવા તથા ઝેરી દવા પીવા માટે મજબૂર કરતા આરોપીઓના ત્રાસમાંથી છૂટવા માટે ઝેરી દવા પી જતા મૃત્યુ પામી હોઈ માંડવી પોલીસે મરનાર યુવતીના પિતા વિક્રમસિંહ રતનજ જાડેજા (ઉ.વ.પ૦) (રહે. મફતનગર, ગુંદિયાળી, તા. માંડવી)ની ફરિયાદ પરથી ચારેય આરોપીઓ સામે મરવા માટે મજબૂર કર્યાની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા માટે પીઆઈ એમ.આર. ગામેતીએ તપાસ હાથ ધરી હતી.