ગુંદિયાળીમાં પત્ની સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરતા પતિ સામે ફોજદારી

માંડવી : તાલુકાના ગુંદિયાળી ગામે રહેતી પરિણીતા સાથે તેના પતિ દ્વારા સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરી શારીરિક માનસીક ત્રાસ આપતા પતિ સહિત પાંચ શખ્સોલ સામે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ સૃષ્ટી વિરૂદ્ધના કૃત્યનો ભોગ બનનાર પરિણીતાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે તેણીના પતિ અવિનાશ સામજી મહેશ્વરી, સસરા સામજી ખીમજી મહેશ્વરી, સાસુ નેણબાઈ સામજી મહેશ્વરી, નંણદો કોમલ સામજી મહેશ્વરી, મોનીકા સામજી મહેશ્વરીએ ગત તા.૧૮/પ/૧૭થી ર૦/૬/૧૭ તેમજ ૧/૧ર/૧૭ સુધી અલગ અલગ સમયે શારીરિક માનસિક ત્રાસ આપી મારકુટ કરતા હતા. તેણીના પતિએ અવારનવાર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરી મોબાઈલ ફોનથી ધાક ધમકી આપી બિભત્સ માંગણીઓ કરી તથા તેણીના સસરાએ તેણી સાથે શારીરિક સંબંધો બાંધવાની માંગણી કરતા અને તે વાત પતિને કરતા બાપુજી કહેશે તેમ કરવું પડશે તેવું જણાવી ઉશ્કેરાઈ જઈ ધકબુશટનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા માંડવી પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ ૪૯૮(એ), ૩૭૭, ૩ર૩, પ૦૪, પ૦૬(ર), પ૦૭, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.