ગીતાબેન રબારી વિરૂદ્ધ પદ્ધર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હામાં વચગાળાનો સ્ટે

ભુજ : ગીતાબેન રબારી વિરૂદ્ધ પદ્ધર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનામાં જેમાં વચગાળાની માંગણીની દલિલો ગ્રાહય રાખી શિક્ષાત્મક પગલાં ન લેવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. પદ્ધર પોલીસ સ્ટેશનમાં નોધાયેલી ફરિયાદ અને આ કેસની હક્કિત મુજબ ગુજરાત તેમજ આખા વિશ્વમાં કોકીલ કંઠી તરીકે જાણીતા કલાકાર ગીતાબેન રબારીએ તા. ર૩-૬ના લોકડાઉન હોવા છતાં રાત્રીના ભાગે ૬૦થી વધુ જણા ભેગા થઈ નાની રેલડી ફાર્મ હાઉસ મધ્યે ડાયરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગીતાબેન રબારી કલાકાર તીરકે હાજર હતા અને તેમણે તે ડાયરમાં પોતે તથા કલાકારો સાથે ભાગ લીધો હતો.વીડિયો વાયરલ તથા પદ્ધર પોલીસ સ્ટેશને આરોપીઓ સંજય પ્રતાપ ઠક્કર તેમજ ગીતાબેન રબારી વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગીતાબેન રબારી દ્વારા ગુજરાત હાઈકોર્ટ મધ્યે એફઆઈઆર રદ્દ કરવા અને વચગાળાની માંગણી તરીકે કોઈ શિક્ષાત્મક પગલાં ન લેવા અંગે માણી કરવામાં આવી હતી. જે અન્વયે ગુજરાત હાઈકોર્ટે વચગાળાની માંગણીની દલિલો ગ્રાહય રાખી આરોપી ગીતાબેન રબારી વિરૂદ્ધ શિક્ષાત્મક પગલાં ન લેવા અંગેનો સ્ટે તા. ર૦-૭ના આપેલ હતો. વકિલત તરીકે કૃતિબેન શાહ સાથે ભુજના અમિત એ. ઠક્કર સાથે રહીને દલિલો કરી હતી.