ગાય માતા છે પણ પિરિયડ્‌સ નથી આવતા ઃ અલકા લાંબાના ટ્‌વીટથી બબાલ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (આપ)ની એમએલએ અલકા લાંબાના એક ટ્‌વીટ પર લોકો ભડકયા છે. છછઁ ધારાસભ્ય અલકા લાંબા ટિ્‌વટર પણ ઘણાં સક્રિય છે. સમયાંતરે તેઓ
પોતાના વિચાર ટિ્‌વટર પર મૂકે છે. તેમની કટાક્ષ કરવાની શૈલી કયારેક લોકોને ભડકાવી દેનારી હોય છે. આવું જ કંઈક આ વખતે બન્યું છે.તાજેતરમાં જ સરકારે જીએસટી સ્લેબમાં ફેરફાર કરી કેટલીક મહ¥વની વસ્તુઓની કિંમતો ઘટાડી છે. આ અંગે ટ્‌વીટ કરતી વખતે અલકાએ સેનેટરી પેડ્‌સ પર ટેકસ ન ઘટાડવા અંગે સરકારની ટીકા કરી છે. જોકે તેમની આ ટીકાની રીતે એટલી વિવાદિત છે કે ઘણા લોકોને તે પસંદ આવ્યું નથી.અલકાએ લખ્યું છે કે, ‘ગાય મા છે, પણ પિરિયડ્‌સ આવતા નથી. જો આવતા હોત તો ભકતો મોદીજી, જેટલીજીને કહીને સેનેટરી પેડ્‌સને જીએસટીમાંથી બાકાત કરાવી દેત, પુરુષપ્રધાન વિચારધારા.’આ રીતે સેનેટરી પેડ્‌સને ગાય સાથે જોડી દેવાની વાત ઘણા સોશિયલ મીડિયા યુઝર્સને ગળે ઊતરી નથી. આ ટ્‌વીટ બાદ અલકાને ટ્રોલ કરવામાં આવ્યાં. કેટલાક લોકોએ તેમની સામે સખત કાર્યવાહીની પણ માગ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, હિન્દુઓની આસ્થા ગૌમાતા માટે આટલી અભદ્ર ટિપ્પણી કરનારાં ઈંછઙ્માટ્ઠન્ટ્ઠદ્બહ્વટ્ઠ પર સખત કાનૂની કાર્યવાહી થવી જોઈએ.