ગામડાના વિકાસ માટે સરપંચો કટિબદ્ધ બને

નખત્રાણા તાલુકા સરપંચો સંગઠન બેઠકમાં વિકાસને પ્રાધાન્ય આપવા શીખ અપાઈ : તા.વિ.અ. : વિવિધ યોજના, ફરજો અંગે માર્ગદર્શન આપ્યું : સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહ્યા

નખત્રાણા : તાલુકા પંચાયત ખાતે તાલુકાના સરપંચો સંગઠનની સ્નેહમિલન, સામાન્ય સભા પ્રમુખ રાજેન્દ્રસિંહજી બી. જાડેજાના અધ્યક્ષ સ્થાને મળી હતી. મંત્રી – કન્વિનર ઈકબાલ ઘાંચીએ આજના પ્રસંગે કાર્યક્રમનો હેતુ- એજન્ડા સમજાવી નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
પ્રમુખ રાજુભા જાડેજાએ વિવિધ મુદ્દા વણધીને જણાવ્યું હતુ કે, દરેક ગામડાના સરપંચો વિકાસ માટે કટિબદ્ધ બને, તલાટી- સરપંચો સાથે બેસી ગામડાઓનો સર્વાંગી વિકાસ થાય, જયા વિવાદ હોય ત્યાં ઉકેલ લાવે અને વિકાસને આગળ ધપાવે, કાયદાકીય ગુંચ હોય તો તેનો સૌ સાથે બેસી નિકાલ કરે.
આજના કાર્યક્રમમાં માર્ગદર્શન આપવા ટીડીઓ શૈલેશભાઈ રાઠોડે જણાવ્યું હતુ કે, સરકારની વિવિધ યોજના છેવાડાના લાભાર્થી સુધી પહોંચે તે સરપંચની ફરજ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, શૌલચાલયો, સરદાર, ઈÂન્દરા આવાસના પડતર કામો સહિતના કામોની છણાવટ કરી હતી. દરેક ગ્રામ પંચાયતોની ચકાસણી માટે તાલુકા કક્ષાએથી વિવિધ અધિકારીની નિમણુક કરીને તેમને કામગીરી સોંપાઈ છે. ઉપરાંત એક લાખ ઉપરાંત વિકાસકામોની વિગત અખબાર, જાહેરાતો આપીને ટેન્ડર પ્રક્રિયાના ભાવો મેળવવા રહે છે.
ગામડાઓના સરપંચો પાસે જે લાભાર્થીઓની રજૂઆત હોય તે હલ કરવાના સુચન કર્યું હતું. આજના કાર્યક્રમમાં સરપંચોના આઈડી કાર્ડ બનાવવા બાબતે નિર્ણય લેવાયો હતો. બેચરલાલ રૂડાણી, કમળાબેન ગઢવી, હમીરભારથી ગોસ્વામી, જીતેન્દ્રભાઈ ગોર, લાલજી ભુડિયા, મોહન ચાવડા, દિનેશ વાઘેલા, મીઠુભાઈ વાઘેલા મણિબેન પટેલ, ભગવતી મૂળજી સંજાટ, વિજયાબેન ગોસ્વામી, હલીમાબેન ચાકી, ધનજી મહેશ્વરી, નર્મદાબેન, વાલબાઈ બેન, પ્રેમજી ભગત, સીતાબેન રબારી, લક્ષ્મીબેન ભાનુશાલી, ડાયાલાલ, કાસમ હિંગોરજા, વનિતાબેન બુચિયા સહિત સરપંચો મોટી સંખ્યામાં રહી વિવિધ પ્રશ્નોના રજૂઆત કરી હતી. સંચાલન ઈકબાલ ઘાંચીએ કર્યું હતું. આભાર દર્શન મીઠુભાઈ વાઘેલાએ કર્યું હતું.